• Home
  • Daxin Gujarat
  • Dang District
  • Saputara
  • Saputara સાપુતારાના વળાંકમાં સિમેન્ટનાં પતરાં ભરેલી ટ્રક પલટી, 1નું મોત

સાપુતારાના વળાંકમાં સિમેન્ટનાં પતરાં ભરેલી ટ્રક પલટી, 1નું મોત

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:30 AM IST
Saputara - સાપુતારાના વળાંકમાં સિમેન્ટનાં પતરાં ભરેલી ટ્રક પલટી, 1નું મોત

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના યુટર્ન વળાંકમાં શુક્રવારે રાત્રિના અરસામાં સિમેન્ટના પતરાનો જથ્થો ભરેલી ટ્રક ઉંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ક્લીનરનું ઘટનાસ્થળે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ગતરોજ મહારાષ્ટ્રના નાસિક તરફથી સિમેન્ટના પતરાનો જથ્થો ભરી જામનગર તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-10-ઝેડ-6498) સાપુતારાથી વઘઈને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડ સંરક્ષણ દિવાલ તોડી ઉંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ક્લીનર તાલીમ ઉસ્માન (રહે. જામનગર)નું ટ્રક નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

અહીં સાપુતારા પીએસઆઈ એસ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ રાત્રિના અરસામાં પણ ટ્રકની નીચે દબાયેલા ક્લીનરની લાશને મહેનતે બહાર કાઢી પીએમ માટે શામગહાન સીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ટ્રકચાલક રફીક સિદ્દીક બ્લોસ અને વસીમ અનિફને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હોવાની વિગત સાંપડી છે. વધુમાં ટ્રક અને સિમેન્ટના પતરાનો જથ્થાનો પણ ખુરદો બોલી જતા જંગી નુકસાન થયું હતું. આ અકસ્માતના બનાવના સંદર્ભે સાપુતારા પોલીસે અમોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા ઘાટમાર્ગના યુટર્ન વળાંકો વાહનચાલકોને કાળ બની વારંવાર ભરખી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા યુટર્ન વળાંકોને સુધારીને ઘટતી કાર્યવાહી હાથ ધરે તેવી માગ ઉઠી છે.

X
Saputara - સાપુતારાના વળાંકમાં સિમેન્ટનાં પતરાં ભરેલી ટ્રક પલટી, 1નું મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી