તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahwa
  • Saputara
  • Saputara ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ અંડર ગ્રાઉન્ડ ડસ્ટ બીનનું મોડેલ બનાવ્યું

ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ અંડર ગ્રાઉન્ડ ડસ્ટ બીનનું મોડેલ બનાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં પ્રાથમિક શાળા વિભાગમાં દિવાનટેમ્બ્રુનની શ્રેષ્ઠ કૃતિ રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામી છે. ડાંગ જિલ્લાનાં એકલવ્ય રેસીડેન્સી સ્કુલ, મહાલ ખાતે જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ડાયેટ વઘઇ તેમજ એકલવ્ય રેસીડેન્સી સ્કુલ મહાલ આયોજિત 42 મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-2018 યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સમગ્ર ડાંગ જિલ્લામાંથી વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતોવાળી કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં આહવા તાલુકાની દિવાનટેમ્બ્રુન પ્રા. શાળાએ વિભાગ-4 માં રજૂ કરેલ કૃતિ LATEST DUST BIN MODEL (લેટેસ્ટ ડસ્ટબીન મોડેલ) ની રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામતાં સમગ્ર શિક્ષકો, અધિકારીગણ, પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

રાજ્યકક્ષાએ પસંદગી પામેલ પૂર્તિ. તસવીર: પાંડુ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...