• Home
  • Daxin Gujarat
  • Dang District
  • Saputara
  • Saputara - તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સમયસર મળે તેવી કાર્યવાહી કરો

તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સમયસર મળે તેવી કાર્યવાહી કરો

ડાંગ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ડાંગ જિલ્લા કલેકટર બી.કે.કુમાર ના અધ્‍યક્ષ સ્થાને યોજાઇ હતી. કલેકટર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Saputara - તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સમયસર મળે તેવી કાર્યવાહી કરો
ડાંગ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ડાંગ જિલ્લા કલેકટર બી.કે.કુમાર ના અધ્‍યક્ષ સ્થાને યોજાઇ હતી.

કલેકટર બી.કે.કુમારે સંકલન સમિતિમાં તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે નિવૃત કર્મચારીઓને પેન્શન સમયસર મળે તેવી સંવેદના સાથે ઝડપી કાર્યવાહી કરવી. કલેકટર કુમારે આગામી લોકસભા ચૂંટણીના આયોજન માટે તૈયાર રહેવા ઉપસ્થિત સૌ અધિકારીને સૂચના આપી હતી. ચૂંટણી માટે કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સહિત ચુંટણીની વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં એ.જી.ઓડીટ પેરા, સરકારી લેણાંની વસૂલાત, બાકી તુમાર, નાગરિક અધિકાર પત્ર, કર્મચારીઓના પેન્‍શનના કેસો, ગ્રામસભાના પ્રશ્નો, માહિતી અધિનિયમ, જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યને લગતી કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ડાંગ જિલ્લામાં પાણી, વિજળી અને વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.સી.એમ.ડેસ્કબોર્ડના પ્રશ્નોની સમીક્ષા કરી પ્રશ્નોના નિકાલ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

X
Saputara - તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સમયસર મળે તેવી કાર્યવાહી કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App