તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડાંગ જિલ્લાના સાપુતારા શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના વળાંકમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના વળાંકમાં આઈસર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના વળાંકમાં આઈસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શનિવારે મહારાષ્ટ્રના પૂણેથી ઈલેકટ્રીકલ પેનલનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો (નં. જીજે-27-ટી-7033) સાપુતારા-શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા પૂરપાટ વેગે માર્ગની સાઈડના વળાંકમાં પલટી મારી જતા ઘટનાસ્થળે ઈલેકટ્રીક પેનલના જથ્થા અને ટેમ્પોને મોટુ નુકસાન થયુ છે. જ્યારે અકસ્માતના બનાવમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાની માહિતી સાંપડી છે. તસવીર-પાંડુ ચૌધરી

માલેગામ ઘાટ માર્ગમાં ઈલેક્ટ્રિક પેનલ ભરેલો ટેમ્પો પલટી ગયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો