તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વઘઈમાં ઈન્ટરનેટ સેવામાં વારંવાર ખામી સર્જાતાં લોકોને મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઘઈમાં ઈન્ટરનેટ સેવામાં વારંવાર ખામી સર્જાતાં લોકોને મુશ્કેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઘઇનગરમાં બી.એસ.એન.એલની 3જી ઇન્ટરનેટ સેવાની સ્પીડમાં સતત ખામી સર્જાતા ઇન્ટરનેટ વપરાશ કરતા ગ્રાહકોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.

વઘઇ તાલુકા મથક ખાતે કાર્યરત ભારત સંચાર નિગમ લિમિટેડ બી.એસ.એન.એલ ની મોબાઇલમાં 3જી ઇન્ટરનેટ સેવાઓ સતત ક્ષતિગ્રસ્ત બની રહી છે,અને તંત્રવાહકો માથુ ખંજવાળી રહ્યા છે.

વઘઇ નગરમાં લેન્ડલાઇન, બ્રોડબેન્ડ થ્રી-જી અને ટુ-જી ઇન્ટરનેટ સેવાઓમાં સતત ખામી સર્જાઇ રહી છે,અને એક બાબતમાં તંત્ર મરામત કરાવવામાં સફળતા મેળવે છે તો બીજી ખામીઓમાં વકાસીને સામે ઉભી રહે છે. બી.એસ.એન.એલની 3જી ઇન્ટરનેટ સેવા દિવસ દરમિયાન અનેક વાર ખોટકાતા ઇન્ટરનેટ વપરાશ કરતા ગ્રાહકોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે,અને છેલ્લા બે દિવસથી ઝબૂક વિજળીની જેમ ચાલુ બંધ થઇ જતા સર્ફીગ ખુબ ધીમુ થઇ જતુ હોય છે. બી.એસ.એન.એલ મોબાઇલના ગ્રાહકો તરફથી અવાર-નવાર એવી મૈખીક ફરીયાદો મળે છે.ગ્રાહકો બી.એસ.એન.એલ.ના સીમકાર્ડ ઇન્ટરનેટની ઉપયોગ કરે છે તેઓના ફોન પર દર દસથી પંદર મીનીટ પછી ઇન્ટરનેટનું કનેક્શન જતુ રહે છે,ત્યારબાદ એકાદ-બે મીનીટ પછી ઇન્ટરનેટનું કનેક્શન પાછુ આવી જાય છે આવું સતત બનતું રહે છે,જો અંગે યોગ્ય કાર્યવાહી કરી બી.એસ.એન.એલ મોબાઇલ ઇન્ટરનેટના ગ્રાહકોને યોગ્ય સેવા પુરી પાડવા લોકોની માંગ ઉઠી રહી છે.

ગ્રાહકોને યોગ્ય સેવા પૂરી પાડવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો