• Gujarati News
  • National
  • સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ

સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતીસૌંદર્યથી ભરપૂર એવા રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા અને ટીવી કલાકાર દિલીપ જોષી અને ટીમે મોન્સુન ફેસ્ટિવલને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યના ગિરિમથક એવા સાપુતારામાં વર્ષાઋતુમાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. જેનો લહાવો લેવા પ્રવાસીઓને આકર્ષવા મોન્સુન ફેસ્ટીવલનું આયોજન હાથ ધરાયું છે. 12મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી એક મહિનો ચાલનારા મોન્સુન ફેસ્ટીવલના શુભારંભમાં ટીવી કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું. તોરણહિલ રિસોર્ટથી પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા અને કલાકારોએ લીલીઝંડી આપી મોન્સુન કાર્નિવલને પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વાગત સર્કલથી ચાચા એમ્પોરિયમ થઈ બોટહાઉસ સુધી વિવિધ વેશભૂષામાં સજ્જ કલાકારોએ નૃત્યની રમઝટ અને ડાંગી ભાતીગળ વાજિંત્રોથી વાતાવરણ ઉત્સવપ્રિય બનાવી દીધુ હતું. જિલ્લા વહીવટીતંત્રના કલેકટર, ડીએસપી, ડીએફઓ સહિત ધારાસભ્ય, જિલ્લા-તાલુકાના પ્રમુખો-પદાધિકારીઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. આવનારા સમયમાં સાપુતારામાં પ્રવાસીઓને વધુ સગવડ મળી રહે તેવા પ્રકલ્પો પર મંત્રી ગણપત વસાવાએ ભાર મુક્યો હતો. સાંજે 5 વાગ્યે શરૂ થયેલા મોન્સુન ફેસ્ટીવલની શોભાયાત્રામાં વિવિધ નૃત્ય સહિત ટીવી કલાકારોએ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. પ્રસંગે ઉપસ્થિત ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિતે જણાવ્યું હતું કે ગુજરાત કા આંખો કા તારા સાપુતારા ખરેખર સુંદર હિલ સ્ટેશન છે. ...અનુસંધાન પાના નં. 2

સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલના શુભારંભમાં વિવિધ નૃત્યો સાથે શોભાયાત્રા નીકળી હતી. તસવીર-પાંડુચૌધરી

ટીવી કલાકારો અનેે આદિવાસી સંસ્કૃતિની ઝલક સાથે ફેસ્ટિવલની શોભાયાત્રા નીકળી, અધિકારીઓ પણ જોડાયા

અન્ય સમાચારો પણ છે...