તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાંગ જિ. પં. 6 કરોડ 27 લાખનુંં બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિ. પં. 6 કરોડ 27 લાખનુંં બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લા પંચાયતનું વર્ષ 2017-18નું રૂ. 6,27,84,000ની સ્વભંડોળના ખર્ચવાળુ 14.31 કરોડના કદનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. વિરોધપક્ષે પણ બજેટને એકંદરે આવકાર્યું હતું. સભામં વિરોધ પક્ષે ડાંગમાં ચાલતા શૌચાલયના બાંધકામો સામે ગેરરીતિની ફરિયાદ કરી ગુણવત્તાયુક્ત કામો કરવા પર ભાર મુક્યો હતો.

ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ નથી. જિલ્લા પંચાયતને મહેસૂલી આવક મળતી નથી. કરવેરા કે ખનીજ ઉત્પાદન અંગે પણ કોઈ લાભ મળતો નથી. ઉત્તરોત્તર વન ઉપજની આવક ઓછી થવાના કારણે સ્વભંડોળની આવક સિમિત થઈ રહી છે.

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુરાવ ચૌર્યાના અધ્યક્ષતામાં સોમવારે સાપુતારાના પ્રવાસન નિગમના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2016-17નું સુધારેલું અને સને 2017-18ના વાર્ષિક અંદાજપત્ર રજૂ થયું હતું. સ્વભંડોળમાથી જે ખર્ચ થનાર છે તેમાં ખેતીવાડી ક્ષેત્રે 5.26 લાખ, પશુપાલન ક્ષેત્રે 5.55 લાખ, આરોગ્ય ક્ષેત્રે 4 લાખ તથા બાંધકામ ક્ષેત્રે 184 લાખ, સિંચાઈ ક્ષેત્રે 31.45 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 54.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે વિવિધ વિભાગો દ્વારા રૂ. 26855.83 લાખની ગ્રાંટ મળવાનો અંદાજ છે. જેની સામે તેટલી રકમ રૂ. 26,855.83 લાખનો ખર્ચ વિવિધ શાખા દ્વારા કરવાનો લક્ષ્યાંક છે. સભામાં જિ.પં. પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ બજેટ રજૂ કરતા સભામાં જણાવ્યું હતું કે જિ.પં. ડાંગના સ્વભંડોળમાં મહત્વની યોજનાઓ જેવી કે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલયના વિકાસ, વિજ્ઞાનમેળાઓ, ધો. 1માં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને દફતર સહિત પ્રોત્સાહક ઈનામો માટે રૂ. 15 લાખની જોગવાઈ કરી છે. તેમજ સભામાં બાંધકામ અધ્યક્ષ દ્વારા ડાંગમાં ચાલતા વિકાસકીય કામોમાં કોન્ટ્રાકટરો હરિફાઈમાં 20 ટકાથી નીચા ભાવોના ટેન્ડરો ભરી વેઠ ઉતારતા હોવાની રજૂઆત કરાતા જિલ્લા વિકાસ અધિકારી દિલીપ ગઢવીએ આવા ટેન્ડરો તાકિદે રદ કરવા સૂચના આપી હતી.

આમ ડાંગ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ આદિવાસી પરિવાર આર્થિક રીતે પગભર થાય તે હેતુને ધ્યાને રાખી તેઓને શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન, સિંચાઈ જેવા અગત્યના ક્ષેત્રોમાં નાણાંની ફાળવણી કરવામાં આવી છે.

શૌચાલયના બાંધકામો સામે ગેરરીતિની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો