તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આહેરડીથી નડગચોંડને જોડતા માર્ગમાં વેઠ ઉતારાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહેરડીથી નડગચોંડને જોડતા માર્ગમાં વેઠ ઉતારાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઘઈતાલુકાના આહેરડીથી નડગચોંડને જોડતો મહત્ત્વનો માર્ગના નિર્માણમાં ઈજારદાર દ્વારા વેઠ ઉતારાતી હોવાની રાવ ઉઠતા ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ જાત તપાસ હાથ ધરતા ભ્રષ્ટાચારી ઈજારદારમાં ફફડાટ ફેલાયો હતો.

વઘઈ તાલુકાના આહેરડી (આંબાપાડા)થી નડગચોંડને જોડતો મહત્ત્વના માર્ગનું વાયડનિંગ અને મજબૂતીકરણનું કામ ગુજરાત કન્સ્ટ્રકશન નામના ઈજારદારને કરોડો રૂપિયાની ગ્રાંટ મંજૂર કરાઈ છે. વાયડનિંગના કામમાં ઈજારદાર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ્સ અને ઓછા માપનો ખાડો ખોદી ગેરરીતિ આચરતો હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી. સંદર્ભે સોમવારે જિ.પં. બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ સોમનાથભાઈ સહિત કાર્યપાલક ઈજનેરની ટીમને આંબાપાડાથી નડગચોંડને જોડતા માર્ગના નિર્માણમાં વપરાયેલા મટિરિયલ્સ અને ઓછી ઉંડાઈના ખાડાની સ્થળ તપાસ હાથ ધરી ગેરરીતિ બહાર પાડતા ભ્રષ્ટાચાર ઈજારદારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સંદર્ભે બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ડાંગના અંતરિયાળ વિસ્તારના માર્ગોમાં ગેરરીતિ જરા પણ ચલાવી લેવાશે નહીં. હાલ સ્થળ તપાસ હાથ ધરી છે. ગેરરીતિ જણાશે તો ઈજારદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

જોકે બાબતે કાર્યપાલક ઈજનેર જી.એ. પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બાંધકામ અધ્યક્ષ સાથે નડગચોંડ વિસ્તારના માર્ગના નિર્માણમાં ગેરરીતિ આચરાતી હોવાની ફરિયાદના અનુસંધાને તપાસ હાથ ધરી હતી તેમજ વધુ તપાસ થર્ડ પાર્ટી પાસે કરાવાશે.

માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારાની રાવ ઉઠતા ડાંગ જિલ્લા પચાયત બાંધકામ અધ્યક્ષે જાત તપાસ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો