તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાપુતારા વઘઇ માર્ગ પર કાર અને બસના અકસ્માતને પગલે ટ્રાફિકજામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારા-વઘઇ માર્ગ પર કાર અને બસના અકસ્માતને પગલે ટ્રાફિકજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના યુટર્ન વળાંકમાં એસટી બસના ચાલકે પૂરપાટવેગે સામેથી આવી રહેલી કારને અડફેટે લેતા ઘટનાસ્થળે અકસ્માત સર્જાયો હતો. અહીં ઘાટમાર્ગમાં યુટર્નની વચ્ચોવચ સર્જાયેલા અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ ઉદભવી હતી.

ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શનિવારે સાંજે નાસિકથી સાપુતારા વાયા થઈને ગોંડલ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની એસટી બસ (નં. જીજે-18-ઝેડ-0399)એ સુરત તરફથી સાપુતારા તરફ જઈ રહેલી કાર (નં. જીજે-05-જેએમ-0332)ને સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગના યુટર્ન વળાંકમાં સામેથી પૂરપાટવેગે અડફેટે લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં કારના ચાલક સાઈડે મોટુ નુકસાન થયું હતું.

સદનસીબે કોઈને પણ ઈજા પહોંચતા તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. અહીં ઘાટમાર્ગમાં યુટર્નની વચ્ચોવચ સર્જાયેલા અકસ્માતના પગલે અને જગ્યાના અભાવે નાના મોટા વાહનોની લાંબી કતારો સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ ઉદભવી હતી. અકસ્માત સંદર્ભે સાપુતારા પોલીસ સ્ટેશનના સંજયભાઈ ભોયેએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળ્યું છે.

કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

બસ નાસિકથી સાપુતારા વાયા થઈને ગોંડલ જઈ રહી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો