કુડકસ જંગલ વિસ્તારમાં મૃત દીપડો મળી આવતાં ચકચાર

દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકનાં વઘઇ રેંજનામાં સમાવિષ્ટ કુડકસ જંગલ વિસ્તારનાં કોતરમાં એક 6 થી 7 વર્ષનો દિપડો મૃત...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Saputara - કુડકસ જંગલ વિસ્તારમાં મૃત દીપડો મળી આવતાં ચકચાર
દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકનાં વઘઇ રેંજનામાં સમાવિષ્ટ કુડકસ જંગલ વિસ્તારનાં કોતરમાં એક 6 થી 7 વર્ષનો દિપડો મૃત હાલતમાં મળી આવતાં વનવિભાગ ઘટનાસ્થળે સ્થળે ધસી જઇ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની વઘઇ રેંજમાં સમાવિષ્ટ કુડકસ ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં આવેલ કોતરમાંથી 6 થી 8 વર્ષનો દિપડાંનો મૃતદેહ મળી આવતા દક્ષિણ ડાંગ વનવિભાગનાં ડીએફઓ ડી.બી.ત્રીવેદી સહિત વઘઇ આરએફઓ વાઘેલા સ્ટાફ સાથે ધસી જઇ પાણીમાં ડૂબી કોહવાય ગયેલ હાલતમાં દિપડાંનો મૃતદેહ કબજે લઇ પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દક્ષિણ ડાંગ વનવિભાગનાં વઘઇ રેંજ વિસ્તારનાં કોયલીપાડા જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં શિકાર માટે ગયેલા શિકારીઓને અકસ્માતે બંદુકની ગોળી છૂટતાં શિકારીઓ ખૂદ ગોળીથી ઘાયલ થયાનું વઘઇ પોલીસમાં ગુનો નોંધાયો હતો. તેમ છતાં વનવિભાગ વન્ય પ્રાણીનો શિકાર કે વૃક્ષ છેદન પ્રવૃત્તિને ડામવા નિષ્ફળ નિવડી છે. તાજેતરમાં જ ચિચિનાગાવઠાં રેંજ વિસ્તારમાંથી ેવૃક્ષછેદન અને ઇમારતી લાકડાંના તસ્કરોની ગાડી ઝડપાઇ હતી.

X
Saputara - કુડકસ જંગલ વિસ્તારમાં મૃત દીપડો મળી આવતાં ચકચાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App