ડાંગના કોસીમદાના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ અંતરીયાળ વિસ્તારના કોસીમદા ગામે ડુંગરી ફળિયાના રહેવાસીઓ માટે સરપંચ દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Saputara - ડાંગના કોસીમદાના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ અંતરીયાળ વિસ્તારના કોસીમદા ગામે ડુંગરી ફળિયાના રહેવાસીઓ માટે સરપંચ દ્વારા ભેદભાવની રીતિનીતિ રાખતા હોવાની અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવા બાબતે કોસીમદા વાસીઓએ ઉચ્ચ કક્ષાએ લેખિત ફરીયાદ કરી છે.

વઘઇ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોસીમદા ગામના ડુંગરી ફળિયાના આગેવાનોએ કરેલી ઉચ્ચ સ્તરે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે કોસીમદા ગામનાં સરપંચ દ્વારા ડુંગરી ફળિયાને ભેદભાવની નીતિરીતિ રાખી પ્રાથમિક સુવિધાથી વંચિત રખાયા છે. અહીં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, રસ્તા, આરોગ્ય જેવી મહત્ત્વની સુવિધા વર્ષોથી મળી જ નથી. તેમજ આ ફળિયાનાં રહેવાસીઓ વરસાદી પાણી છાપરા પર પડે તેનો પીવાનાં પાણી તરીકે ઉપયોગ કરે છે. ઉનાળામાં માત્ર આ ફળિયાનો લોકો નદી કે કોતરમાંથી પીવા મજબૂર બને છે. ચાર ફળિયાનું બનેલ કોસીમદા ગામને રાજકીય કિન્નાખોરી રાખી ડુંગરી ફળિયાને વર્ષોથી વિકાસથી વંચિત રાખ્યા છે. આ સંદર્ભે અનેકવાર લેખિત-મૌખિક ફરિયાદો કરવા છતાં રજૂઆતને ધ્યાને લેવાતી ન હોવાની ફરિયાદ છે.

X
Saputara - ડાંગના કોસીમદાના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App