સાપુતારા સહેલાણીઓથી ઉભરાયું ટ્રાફિકજામની સમસ્યાથી પરેશાની
ગુજરાતકી આંખો કા તારાનાં નામથી મશહૂર ગિરીમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શનિ રવિની રજાઓને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા અહીંના જોવાલાયક સ્થળોનું વાતાવરણ ચીકકાર ગિર્દીનાં ગુજરાવ સાથે ગુંજી ઉઠ્યું હતું.
વરસાદી માહોલમાં સમગ્ર ડાંગ જિલ્લાએ લીલોતરીની લીલી ચાદર ઓઢી લીધી છે. ત્યારે ગતરોજથી સાપુતારા સહિત અન્ય ડાંગના જોવાલાયક સ્થળો ખાતે શનિ રવિ અને રમઝાનની રજાઓને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતા અહીનું વાતાવરણ કિલ કિલાટ નાદોના ગુંજરાવથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં આજરોજ વરસાદી માહોલમાં ગિરીમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની ચીક્કાર ભીડ ઉમટી પડતા અહીની તમામ હોટલો રેસ્ટોરાં અને નાના મોટા ખાણી પીણીનાં લારી ગલ્લાઓ હાઇસ્કુલનાં પાટિયાથી ગુંજી ઉઠ્યા હતા.
જેમાં સાપુતારાનાં દરેક જોવાલાયક સ્થળોએ નાનામોટા વાહનોની સંખ્યા વધી જતા અહીં પાર્કિગનાં સ્થળોએ થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદભવી હતી. આજરોજ સાપુતારા તથા તળેટી વિસ્તારનાં પ્રકૃતિમય વરસાદી વાતાવરણમાં પ્રવાસીઓએ પીકનીક સહિત સૌદર્યનો આસ્વાદ માણ્યો હતો.શનિ રવિની રજામાં વરસાદી માહોલ જામતા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો.