તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચિંચલી અને કડમાળ ગામે જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ

ચિંચલી અને કડમાળ ગામે જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા |ડાંગ જિલ્લા ઉંડાણના ચિંચલી અને કડમાળમાં સુરત મહાવીર ઇન્ટરનેશનલ મોડલ ટાઉન સુરત દ્વારા એકત્ર કરવામાં આવેલ કપડા, સાડી, ધાબડા, બિસ્કીટ, સાઇકલ, રમકડાં, અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓને વિતરણ કરાયુ હતુ. એકલવ્ય ઇંગ્લીશ મિડીયમ સ્કુલ વઘઇ, અખંડ જ્યોત શાળાના બાળકોને બિસ્કીટ નાના બાળકોને રમકડાં રમતના સાધનો વિતરણ કરવામાં આવ્યાં હતા. સંસ્થાના અધ્યક્ષ રમેશભાઇ બોહરા, મંત્રી દિનેશભાઇ બોહરા, ગણપત મસાલી, ગણપત સિધિવી, કેવલજી સિધિવી, કપીલ બોહરા, મુકેશ બોહરા સેવા આપી હતી. સુરેશભાઇ કડમાળ, કિશનભાઇ ચિંચલ, તેજસ ગવાંદે વઘઇ તથા ગામના આગેવાનો, ચુંટાયેલા સભ્યો હાજર રહી વિતરણ કરવામાં મદદરૂપ થયા હતા. સુરતના મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થાનો સંપર્ક કરીને વ્યવસ્થા માટે નાથુરામભાઇ વૈષ્ણવ, સ્ટાફ મદદરૂપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...