• Gujarati News
  • National
  • સરપંચો તથા તલાટીઓને વ્યસન મુક્તિ અભિયાન અંગે માર્ગદર્શન

સરપંચો તથા તલાટીઓને વ્યસન મુક્તિ અભિયાન અંગે માર્ગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા હેલ્થ અધિકારીના સહયોગથી વાંસદા તાલુકાના સરપંચો તથા તલાટી કમ મંત્રીઓ માટે તમાકુ નિયંત્રણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાના મોટી સંખ્યામાં સરપંચો તથા તલાટીઓએ ભાગ લીધો હતો.

જીલ્લા રોગચાળા અધિકારી ડો. મેહુલ ડેલીવાલાએ તથા ડો. મયુર વાઘએ તમાકુ નિયંત્રણ શા માટેω વિષય પર વિસ્તૃત સમાજ આપી પોતાના ગામમાં લોકોને અને ખાસ કરીને યુવાનોને તમાકુ જેવા વ્યસનથી દુર રહેવા સમજાવવા જણાવી તમાકુ થી થતા કેન્સર જેવા જીવલેણ રોગ વિષે દ્રશ્ય શ્રાવ્ય પ્રેઝન્ટેશન આપી કેન્સરથી થતી શારીરિક અસરોથી માહિતગાર કરી જનજાગૃતિ લાવવાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...