• Gujarati News
  • National
  • ડાંગના રાજવીઓનાં પોલિટિકલ પેન્શન ન વધારાતા અસંતોષ

ડાંગના રાજવીઓનાં પોલિટિકલ પેન્શન ન વધારાતા અસંતોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લા આદિવાસી ભાતીગળ ડાંગ દરબારનું રાજ્યપાલનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ડાંગી રાજવી પરિવારને 21 લાખ પોલિટિકલ પેન્સન એનાયત કરાયા હતા. જોકે ડાંગ રાજવીઓને આપવામાં આવેલ પોલિટિકલ પેન્સનમાં વધારો ન કરાતા અસંતોષ વ્યક્ત કર્યો હતો.

અંગ્રેજ હુકુમત સામે અજેય રહેલા ડાંગના રાજવી પરીવારને આપવામાં આવતું પોલિટિકલ પેન્સનમાં વધારો કરવા અવાર નવાર લેખિત રજુઆતો કરવા છતાં પોલિટિકલ પેન્સનમાં વધારો ન કરાતા ડાંગ રાજવી પરીવારમાં નારાજગી ફેલાઇ જવા પામી હતી. ડાંગનાં પાંચ રાજવી પૈકીનાં વાસુર્ણા સ્ટેટનાં રાજવીએ જણાવ્યું હતુ કે ગત 2017 નાં મે માસમાં કૃષિ મહોત્સવમાં ડાંગ પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહોત્સવનાં સ્ટેજ પરથી ઘોષણા કરી હતી કે ડાંગના રાજવી પરિવાર મોભાદાર જીંદગી જીવે તેમ સાલીયાણામાં વધારો કરાશે, પરંતુ રાજ્યમાં ફરી રૂપાણીજી મુખ્યમંત્રી બન્યા અને અમારું ડાંગ દરબાર પણ યોજાયું પરંતુ અમારા પોલિટિકલ પેન્સનમાં કોઇ વધારો નથી કરાયો અને મુખ્યમંત્રીએ કરેલી ઘોષણા અમને ‘લોલીપોપ’ સમાન લાગી રહી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી વર્ષનાં ડાંગ દરબાર સુધી અમારા વાર્ષિક પોલિટિકલ પેન્સનમાં વધારો ન કરવામાં આવે તો ડાંગ દરબારનું બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગના પાંચ રાજવી નવનાયકો અને છસ્સો અઠસઠ ભાઉબંધોને કુલ 21 લાખ 31 લાખ 098 નું પેન્શન એનાયત કરવા 1 કરોડનું આંધણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...