તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગવ્હાણથી ગારખડીને જોડાતો રસ્તો દાયકાથી અત્યંત બિસમાર હાલતમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગવ્હાણથી ગારખડીને જોડાતો રસ્તો દાયકાથી અત્યંત બિસમાર હાલતમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
઼ડાંગજિલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર એવા સુબિર તાલુકાના ગવ્હાણ ગામથી ગારખડીને જોડતો માર્ગ છેલ્લા એક દાયકાથી અત્યંત બિસ્માર અને જર્જરિત બની જતા વાહન ચાલકો અને રાહદારીઓને મહા મુશ્કેલી વેઠવાનો વારો આવી રહયો છે.

નવરચિત સુબિર તાલુકામાં સમાવિષ્ટ ગવ્હાણથી ગારખડી તરફ જવા માટે મહત્વનો રસ્તો હોવાથી વાહન ચાલકોની કાયમી અવરજવર રહે છે તેમ છતા છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી રસ્તાનું નવિનીકરણ કે રીપેરીંગ થતા રસ્તા પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓની ભરમારને લીધે વાહન ચાલકોએ ખાડાઓમાંથી વાહનો હંકારવાની નોબત આવી છે.દરરોજ રોજગાર ધંધાર્થે જતા રોજમદારો નોકરિયાત તો વિદ્યાર્થીઓ તેમજ દુધ ભરવા જતા પશુપાલકો રસ્તા પરથી પસાર થાય છે.બિસમાર રસ્તાને લીધે અકસ્માતનો ખતરો મંડાયેલો છે.

વધુમાં આશ્ચર્યની વાતો છે કે રસ્તો જિલ્લા પંચાયત હસ્તકમાં આવે અને હાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ આજ ગામના છે વળી રસ્તો જિલ્લા પંચાયતના સતાધારી પક્ષના ઉપપ્રમુખના મત વિસ્તારમાં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા વિસ્તારના લોકો સાથે ઓરમાયુ વર્તન કરતા હોય તેમ રીપેરીંગ કામ પણ હાથ ધરાયુ નથી.

ગવ્હાણ ગામથી ગારખડીને જોડતો માર્ગ છેલ્લા એક દાયકાથી અત્યંત બિસ્માર

માર્ગ પ્રત્યે તંત્ર દ્વારા સતત ઓરમાયું વર્તન દાખવાતાં સ્થાનિકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો