તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચિચીનાગાંવઠા ગામે છાત્રાલયના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિચીનાગાંવઠા ગામે છાત્રાલયના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના ચિચીનાગાંવઠા ગામ ખાતે આવેલ અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીપાડા સંચાલિત આશ્રમશાળાના પ્રાંગણમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે લાખોના ખર્ચે નિર્માણ કરાયેલ અ.નિ.શાંતુબા તુલસીભાઇ અણધણ છાત્રાલયના મકાનનું લોકાર્પણ કરાયું હતું.

લોકાર્પણ પ્રયાસો પ્રતિષ્ઠાન ડાંગ સંસ્થાનાં સ્થાપક પ.પૂ.પી.પી.સ્વામીજીનાં અધ્યક્ષસ્થાને લોકાર્પણ કર્તા જયેશભાઇ પી.સુતરીયા અને મુખ્ય દાતાઓમાં લાલજીભાઇ તુલસીભાઇ પટેલ,હિતેશભાઇ પટેલ,પિયુષભાઇ પટેલ તથા કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના અરવિંદભાઇ મેયાની જેવા ભામાશાઓના હસ્તે કરાયું હતું. અહીં પ.પૂ.પી.પી.સ્વામીજી અને ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવીતે ડાંગમાં શિક્ષણ ક્ષેત્રે આદિવાસી વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય યોગદાન આપનાર ઉપસ્થિત દાતાઓનો આભાર વ્યક્ત કરી તેઓની કામગીરી બિરદાવી હતી.ચિચીનાગાંવઠા ખાતેના છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે અંબિકા એજ્યેકેશન ટ્રસ્ટના પ્રમુખ શિવરામભાઇ ખેરાડ મંત્રી જાનાભાઇ ગાયકવાડ આચાર્ય યશવંતરાય બાગુલ,અમ્રત પવાર સમાજસેવક ગાંડાકાકા,માજી ધારાસભ્ય વિજય પટેલ,માજી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો