તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારા વઘઇને જોડતા આંતર રાજ્યધોરી માર્ગ પર બે અકસ્માત

સાપુતારા વઘઇને જોડતા આંતર રાજ્યધોરી માર્ગ પર બે અકસ્માત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરીમાર્ગનાં એક સ્થળે ટેન્કર ખાડામાં ખાબકી પલ્ટી મારી ગયું. જ્યારે બીજા સ્થળે બે માલવાહક ટ્રક સામ સામે ભટકાતા ઘટના સ્થળોએ ગંભીર અકસ્માત સર્જાયા હતા.

મહારાષ્ટ્રનાં નાસિકથી માલસામાનનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઇ રહેલ ટ્રક નં. આર જે. 27. જીસી. 8425 તથા સુરત તરફથી નાસિક તરફ જઇ રહેલ અન્ય ટ્રક નં. એમએચ. 06. એસી. 740 જે બંને વાહનો સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરીમાર્ગનાં નાનાપાડા ગામ નજીક સામ સામે ભટકાતા ઘટના સ્થળે બંને ટ્રકોનાં બોનેટનાં ભાગોએ જંગી નુકશાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને ટ્રક ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે સાકરપાતળ પીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

બીજા અકસ્માતનાં બનાવમાં શિવારી માળ ગામ નજીક સાપુતારા તરફથી બરોડા તરફ જઇ રહેલ ટેન્કર નં. જીજે. 06. એએક્સ. 3688 જેના સ્ટેયરીંગ પર ચાલક દ્વારા અચાનક કાબુ ગુમાવી દેતા ટેન્કર ખાડામાં ખાબકી પલ્ટી મારી હતી.

સાપુતારાથી વઘઇ રાજ્યધોરીમાર્ગ પર બે અકસ્માતગ્રસ્ત વાહનો

અન્ય સમાચારો પણ છે...