રાજપીપળામાં 11મીએ 10 કલાકનો વીજકાપ

રાજપીપળામાં 11મીએ 10 કલાકનો વીજકાપ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:00 AM IST
રાજપીપળામાં શનિવારે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી વીજકાપ રહેશે. 66 કેવી રાજપીપળા સબ સ્ટેશનમાંથી નીકળતાં 11 કેવી રાજપીપળા ટાઉન ફીડર, પંચવતી ફીડર, નર્મદા ફીડર, વાવડી ફીડર, ઝૂંડા ફીડરમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે સવારે 8 થી સાંજના છ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે તેમ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની યાદીમાં જણાવવાયું છે. 10 કલાકના વીજકાપને કારણે રાજપીપળા શહેર તથા આસપાસના વિસ્તારમાં વીજળી ડુલ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

X
રાજપીપળામાં 11મીએ 10 કલાકનો વીજકાપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી