રાજપીપળાની જીએસએલ સ્કૂલની ચોરીની તપાસ હવે એલસીબી કરશે

10 દિવસ પહેલા ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી 1.23 લાખની ચોરી થઇ હતી જાણભેદુની આશંકા વચ્ચે હજી પોલીસ આરોપીઓની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
રાજપીપળાની જીએસએલ સ્કૂલની ચોરીની તપાસ હવે એલસીબી કરશે
રાજપીપળાની જી એસ એલ પબ્લિક સ્કૂલમાં 1.23 લાખની ચોરીની ઘટનાના 10 દિવસ બાદ પણ અારોપીઓ હજી પોલીસની પકડથી દુર રહયાં છે. હવે તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાંચને સામેલ કરવામાં આવી છે. ચોરે ડુપ્લીકેટ ચાવીથી દરવાજાનું લોક ખોલી અંદર મુકેલી તિજોરીનું તાળું તોડી પેટીમાં મુકેલી રોકડ રકમની ચોરી કરી છે.

દસેક દિવસ પહેલા રાજપીપળાની જાણીતી જી એસ એલ સ્કૂલમાં 1,23,344 /- રોકડા રૂપિયાની ચોરી થયા બાબતે શાળાના હેડ ક્લાર્ક યશવંત મારુએ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાંજે 4 વાગ્યા થી સવારે 8 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓએ શાળાનો ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી અંદર મુકેલી તિજોરીનું તાળું તોડી તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 1,23,344 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો હોવાથી ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની પ્રબળ આશંકા છે ત્યારે પોલીસ હજી સુધી આરોપી સુધી પહોંચી શકી નથી.

હાલ બનાવની તપાસ રાજપીપળા પોલીસ કરી રહી હતી પરંતુ ઘણા દિવસ થવા છતાં ભેદ ન ઉકેલાતા હવે એલસીબી પણ આ માટે તપાસમાં સામેલ થઇ છે. આગામી દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાઇ તેવી સંભાવના પણ વ્યકત કરાઇ રહી છે.

X
રાજપીપળાની જીએસએલ સ્કૂલની ચોરીની તપાસ હવે એલસીબી કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App