• Home
  • Daxin Gujarat
  • Narmada District
  • Rajpipla
  • આમલેથાની સ્પીનીંગ મિલ પાંચ વર્ષ બાદ ફરી ધમધમી : 800 લોકોને મળતી રોજગારી

આમલેથાની સ્પીનીંગ મિલ પાંચ વર્ષ બાદ ફરી ધમધમી : 800 લોકોને મળતી રોજગારી

રોજગારી | મિલ બંધ થતાં અનેક કામદારો બેકાર બની વ્યસનના રવાડે ચઢયાં હતાં : આગામી દિવસોમાં વધુ લોકોને નોકરી રાખવાની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:56 AM
આમલેથાની સ્પીનીંગ મિલ પાંચ વર્ષ બાદ ફરી ધમધમી : 800 લોકોને મળતી રોજગારી
નર્મદા જિલ્લાના આમલેથા ગામમાં પાંચ વર્ષથી બંધ થયેલી સ્પિનિંગ મીલ ફરી શરૂ થઇ છે. પાંચ વર્ષ પહેલા મિલ બંધ થતાં અનેક કામદારોને છુટા કરવામાં આવ્યાં હતાં અને તેઓ વ્યસનના રવાડે ચઢી ગયાં હતાં. મિલ શરૂ થતાં અત્યારે 800 જેટલા સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં મોટા ઉદ્યોગો નહિ હોવાથી મોટાભાગના લોકો ખેતી અને ખેતમજૂરી પર આધારિત છે. કેટલાક લોકો રોજગારી માટે રાજયના અન્ય શહેરોમાં સ્થળાતર કરી જાય છે. વર્ષોથી આમલેથા ગામે એક માત્ર સ્પિનિંગ મીલ કાર્યરત હતી જેના થકી હજારો ઘરોના ચૂલા સળગતા હતા.પરંતુ મીલ ખોટમાં 2011માં સદંતર બંધ થઇ અને 2500થી વધુ કામદારોને એક સમટા છુટા કરી દેતાં તેઓ બેકાર બની ગયાં હતાં અને મોટાભાગના કામદારો વ્યસનના રવાડે ચડી ગયાં હતાં.

આ મિલને ફરીથી શરૂ કરવામાં આવી છે. મિલમાં પ્લાસ્ટિકના દાણાનું રૂ બનાવી જેમાંથી પોલિયેસ્ટરના દોરા સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. આ વિસ્તારના સ્થાનિક 800 લોકોને રોજગારી મળી ગઈ છે. મિલના સંચાલક દક્ષેશ પટેલએ જણાવ્યું હતું કે, હજુ 1500થી વધુને રોજગારી મળશે. જેમ જેમ નવું યુનિટ શરૂ થતું રહેશે તેમ તેમ રોજગારી પણ વધતી રહેશે.હાલ એક યુનિટ જે માત્ર મહિલા સંચાલન કરે છે 400 થી વધુ મહિલાઓ એક સાથે કામ કરી રહી છે.

નર્મદા જિલ્લાના આમલેથા ગામે સ્પીનીંગ મીલ શરૂ થતાં 800 લોકોને રોજગારી મળી રહી છે.

X
આમલેથાની સ્પીનીંગ મિલ પાંચ વર્ષ બાદ ફરી ધમધમી : 800 લોકોને મળતી રોજગારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App