તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નર્મદા જિલ્લાના રેલ ગામે આમલેથા પોલીસે દેશી દારૂની 3 ભઠ્ઠી તોડી પાડી

નર્મદા જિલ્લાના રેલ ગામે આમલેથા પોલીસે દેશી દારૂની 3 ભઠ્ઠી તોડી પાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના રેલ ગામે આમલેથા પોલીસે દરોડા પાડી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી તોડી પાડી હતી. 3000 કીલો વોશ અને સામગ્રીનો નાશ કરી 3 બુટલેગરો સામે ગુનો નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાં દેશી વિદેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો પર નર્મદા પોલીસ વોચ રાખી બેઠી છે.જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી આમલેથા પોસઇ સી.એમ.ગામીત તથા તેમની ટીમે રેલ ગામની સીમમાં ધમધમતી 3 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો છે.

રેલ ગામના સુરેશ ગુમાન વસાવાની ભઠ્ઠી તોડી 1000 લીટર વોશ અંદાજિત 2,280 રૂપિયા,દિનેશ કંચન વસાવાનો 800 લીટર વોશ લગભગ 1,860, ચંદુ કુવંરજી વસાવા 1,200 લીટર વોશ અને સમાન સાથે 2,700 ના મુદ્દામાલ મળી 3,000 લીટર વોશ અને દારૂ ગાળવાના સાધનો સાથે 4,840 નો મુદ્દામાલનો નાશ કરી ત્રણેય બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...