• Gujarati News
  • National
  • કેળવણીની ઉપાસના કરનાર ક્યારેય કોઇનો ઓશિયાળો નહીં રહે

કેળવણીની ઉપાસના કરનાર ક્યારેય કોઇનો ઓશિયાળો નહીં રહે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ તરીકે ઘોષિત કરાયેલા નર્મદા જિલ્‍લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષા-સાથી તથા પોષણ-વાહિનીપ્રોજેક્ટનું રાજપીપલામાં લોન્ચીંગ કરાયું છે. કાર્યક્રમમાં વકતાઓએ કવિ કાલેકરના કેળવણીની ઉપાસના કરનાર કયારેય ઓશિયાળો નહિ રહેની પંકિતઓ ઉદગારી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રોફ ફાઉન્ડેશનના સહયોગથી ૨૯ અને રાજશ્રી પોલીફીલ કંપનીના સહયોગથી ૨૦ મળી કુલ- ૪૯ શિક્ષકોની સ્વયંસેવક તરીકે તેમજ મીની આંગણવાડીમાં ૫૫ જેટલી “પોષણ-વાહિની” ને સ્વયંસેવિકા તરીકેના નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

નિમણૂંક પામેલા ૪૯ શિક્ષકો દેડીયાપાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કે જ્યાં વધુ શિક્ષકોની જરૂરિયાત હોય તેવી શાળાઓના નિયમિત શિક્ષકોની સાથે સહયોગી બની શિક્ષણકાર્ય કરશે અને લેખન, ગણિત, વાંચનમાં નબળાં હોય તેવા બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપશે.અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં નવનિયુક્ત ૫૫ જેટલી “પોષણ વાહિની” સ્વયંસેવિકા બહેનો બાળકોને લાવવા-લઇ જવાની સેવા ઉપરાંત આઇસીડીએસની સેવાઓ ભૂલકાંઓ સુધી પહોંચાડશે અને તેમના પોષણ સ્તરમાં ગુણાત્મક વધારો થાય તેવા પ્રયાસો જિલ્‍લા વહિવટીતંત્રના રહેશે. કલેક્ટર આર.એસ. નિનામા, ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વડા ઉદયભાઇ દેસાઇ, રાજશ્રી પોલીફીલના એક્ઝીક્યુટીવ પ્રેસિડેન્ટ એસ.એલ. શારદા અને સંજય અગ્રવાલ, હેતલબેન દેસાઇ, યુનિસેફના હરેશભાઇ, જિલ્‍લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીયા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ સહિતના અધિકારીઓ હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...