• Gujarati News
  • National
  • જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટેની તાતી જરૂરીયાત

જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટેની તાતી જરૂરીયાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે રાજપીપલામાં દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વકતાઓએ જીવનના દરેક ક્ષેત્રમાં મહીલાઓને પ્રોત્સાહિત કરવાની જરૂરીયાત પર ભાર મુકયો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવાએ મહિલા સશક્તિકરણ માટે જિલ્લારના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં વિશેષ લોકજાગૃત્તિ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, નારી એ પોતે જ શક્તિનું સ્વરૂપ છે, સમાજના દરેક ક્ષેત્રમાં તેને માત્ર પ્રોત્સાહિત કરીને જાગૃત્તિ કરવાની આવશ્યકતા છે.

સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવી, બાળ અધિકાર સંરક્ષણ આયોજના ડિરેક્ટર ભારતીબેન તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ, સિવિલ સર્જન ડૉ. સંગીતાબેન પરીખ, જિલ્લાદહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા અને આરોગ્ય પરિવારના તબીબો, આશા-બહેનો હાજર રહી હતી.

રાજપીપળામાં દીકરી બચાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...