રાજપીપળામાં ગૌહત્યાનું ડેકોરેશન હટાવતા બજરંગદળ લાલઘૂમ

કસાઇની પ્રતિમા હટાવવા પોલીસ પણ કોનું દબાણ હતું? નિષ્પક્ષ તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajpipla - રાજપીપળામાં ગૌહત્યાનું ડેકોરેશન હટાવતા બજરંગદળ લાલઘૂમ
રાજપીપળામાં શર્મા કોમ્પલેકસ પાસે શિવાજી યુવક મંડળ દ્વારા ઉજવાઇ રહેલા ગણેશ મહોત્સવમાં પોલીસે ખાટકીનું પુતળુ હટાવી લેવડાવતા બજરંગદળ લાલઘૂમ થયું છે. પોલીસે કોના દબાણથી કસાઇનું પુતળુ હટાવ્યું તેની નિષ્પક્ષ તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતું.

રાજપીપળાના શિવાજી યુવક મંડળ તરફથી ગણેશ મહોત્સવમાં શિવાજી મહારાજના બાલ્યકાળના પ્રસંગ આધારિત થીમ ઉભી કરવામાં આવી હતી. જેમાં ગણપતિ બાપ્પાને શિવાજી મહારાજના સ્વરૂપમાં દર્શાવી તેઓ તલવારથી કસાઇનો હાથ કાપતા હોય તેવું નિરૂપણ કરાયું હતું. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ નર્મદા પોલીસે આવી મંડપમાંથી કસાઇનું પુતળુ હટાવી લઇ પોતાની સાથે લઇ ગઇ હતી. આ ઘટનાના હીંદુ સંગઠનોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયાં છે. બજરંગદળના આગેવાનોએ તો ...અનુસંધાન પાના નં.2

નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.

નર્મદા જિલ્લા બજરંગદળના જીતેન્દ્ર કઠવાડીયા, એસ.એ. ઠાવા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવાયું છે કે, આપણા રાજયમાં રોજને રોજ મોટી સંખ્યામાં ગૌહત્યા કસાઇઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતને ધ્યાન પર લાવવા માટે ગણેશ યુવક મંડળ તરફથી ગાય અને શિવાજી મહારાજની લાગણી વ્યકત કરવા માટે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. શિવસેના યુવક મંડળનો આશય માત્ર ગાય અને ગૌરક્ષા અંગે લોકોને જાગૃત કરવાનો હતો. નર્મદા પોલીસ ગૌ હત્યાનો આટલો કડક કાયદો હોવા છતાં પણ કસાઇની પ્રતિમાની ચિંતા કરી તેને હટાવી લીધી છે. પોલીસની આવી કામગીરીનો બજરંગદળ સખત શબ્દોમાં વિરોધ કરે છે. કસાઇની પ્રતિમા હટાવવા માટે કોનું દબાણ હતું, કયાં કાયદા હેઠળ કસાઇની પ્રતિમા હટાવી હિદુ ધર્મની લાગણીની હત્યાવાળુ કૃત્ય કર્યું છે તેની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.રાજપીપળામાં શર્મા કોમ્પલેકસ પાસે શિવાજી યુવક મંડળ દ્વારા ઉજવાઇ રહેલા ગણેશ મહોત્સવમાં પોલીસે ખાટકીનું પુતળુ હટાવી લેવડાવતા બજરંગદળ લાલઘૂમ થયું છે. પોલીસે કોના દબાણથી કસાઇનું પુતળુ હટાવ્યું તેની નિષ્પક્ષ તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતું.

રાજપીપળાના શિવાજી યુવક મંડળ તરફથી ગણેશ મહોત્સવમાં શિવાજી મહારાજના બાલ્યકાળના પ્રસંગ આધારિત થીમ ઉભી કરવામાં આવી હતી. જેમાં ગણપતિ બાપ્પાને શિવાજી મહારાજના સ્વરૂપમાં દર્શાવી તેઓ તલવારથી કસાઇનો હાથ કાપતા હોય તેવું નિરૂપણ કરાયું હતું. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ નર્મદા પોલીસે આવી મંડપમાંથી કસાઇનું પુતળુ હટાવી લઇ પોતાની સાથે લઇ ગઇ હતી. આ ઘટનાના હીંદુ સંગઠનોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયાં છે. બજરંગદળના આગેવાનોએ તો ...અનુસંધાન પાના નં.2

નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.

નર્મદા જિલ્લા બજરંગદળના જીતેન્દ્ર કઠવાડીયા, એસ.એ. ઠાવા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવાયું છે કે, આપણા રાજયમાં રોજને રોજ મોટી સંખ્યામાં ગૌહત્યા કસાઇઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતને ધ્યાન પર લાવવા માટે ગણેશ યુવક મંડળ તરફથી ગાય અને શિવાજી મહારાજની લાગણી વ્યકત કરવા માટે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. શિવસેના યુવક મંડળનો આશય માત્ર ગાય અને ગૌરક્ષા અંગે લોકોને જાગૃત કરવાનો હતો. નર્મદા પોલીસ ગૌ હત્યાનો આટલો કડક કાયદો હોવા છતાં પણ કસાઇની પ્રતિમાની ચિંતા કરી તેને હટાવી લીધી છે. પોલીસની આવી કામગીરીનો બજરંગદળ સખત શબ્દોમાં વિરોધ કરે છે. કસાઇની પ્રતિમા હટાવવા માટે કોનું દબાણ હતું, કયાં કાયદા હેઠળ કસાઇની પ્રતિમા હટાવી હિદુ ધર્મની લાગણીની હત્યાવાળુ કૃત્ય કર્યું છે તેની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.

X
Rajpipla - રાજપીપળામાં ગૌહત્યાનું ડેકોરેશન હટાવતા બજરંગદળ લાલઘૂમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App