• Home
  • Daxin Gujarat
  • Narmada District
  • Rajpipla
  • Rajpipla - નર્મદામાં આરોગ્ય શાખાના 200 કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

નર્મદામાં આરોગ્ય શાખાના 200 કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

સરકારી દવાખાનાઓમાં આવતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મીઓની પગાર વધારાની માંગ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajpipla - નર્મદામાં આરોગ્ય શાખાના 200 કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
નર્મદા જિલ્લાના 200 જેટલા આરોગ્ય શાખા ના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરી જતાં સરકારી દવાખાનાઓમાં આવતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે.

નેશનલ હેલ્થ મિશન નર્મદા જિલ્લાના આરોગ્ય શાખાના કર્મચારીઓનો પાંચ મહિના પહેલા જાહેર કરેલો પગાર વધારો પરત ખેંચી લેતા તેમણે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયાં છે. જેમાં મેડિકલ ઓફિસરો, એકાઉન્ટન, કોમ્યુટર ઓપરેટરો સહીત કર્મચારીઓ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સરકાર વિરુધ્ધ દેખાવો કરી રહયાં છે.

ડો રવિ વસાવા એ જણાવ્યું હતું કે, જ્યા સુધી સરકાર માંગના સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલશે ગાધીનગર ખાતે ઉગ્ર રજૂઆતો કરી છે. જે ગ્રાન્ટમાંથી કર્મચારીઓને પગાર વધારો આપવાનો છે જે પરિપત્ર થયો હોવા છતાં અધિકારીઓ કર્મચારીઓનું હિત જોતા નથી. અમે રાત દિવસ જોયા વગર કામ કરીયે છે તો ઉચ્ચ અધિકારીઓએ જોવું જોઈએ.

X
Rajpipla - નર્મદામાં આરોગ્ય શાખાના 200 કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App