રાજપીપળામાં કોંગ્રેસ દ્વારા અરૂણ જેટલીના પૂતળા દહનનો પ્રયાસ

દેશની 19 બેંકોના 9000 કરોડના કૌભાંડમાં વિદેશ ફરાર વિજય માલ્યાની મદદ કર્યાનો આક્ષેપ સફેદ ટાવર ખાતે યૂથ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajpipla - રાજપીપળામાં કોંગ્રેસ દ્વારા અરૂણ જેટલીના પૂતળા દહનનો પ્રયાસ
રાજપીપળાના સફેદ ટાવર ખાતે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના પુતળાનું દહન કરી રહેલાં કાર્યકરોને પોલીસે અટકાવતા તેમણે ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં.

દેશની 19 જેટલી બેંકો નુ 9000 કરોડ નુ ફુલેકુ કરી વિદેશ ફરાર થઈ ગયેલા વિજય માલ્યા દેશ છોડતા પહેલાં કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને સેટલમેન્ટ માટે મળ્યા હોવાના પુરાવા મળ્યા છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવી દેશભરમાં આંદોલનો શરૂ કર્યા છે. જેના ભાગ રૂપે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળા શહેર ના સફેદ ટાવર પાસે દેશના નાણાં મંત્રી અરૂણ જેટલી ના પુતળા દહન કરવા જતા 15 જેટલા યુથ કાર્યકરોને ડીટેન કરી લીધાં હતાં.

નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, નાદોદ વિધાન સભા પ્રમુખ અજય વસાવા ઉપ પ્રમુખ ચંદ્રેશ પરમાર સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના અમિત વસાવા એન એસ યુ આઇ ના મોહિન શેખ નિકુંજ વસાવા અમિત માલી સહિત કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

રાજપીપળાના સફેદ ટાવર ખાતે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના વિરોધમાં નારેબાજી કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરો . તસવીર- પ્રવિણ પટવારી

X
Rajpipla - રાજપીપળામાં કોંગ્રેસ દ્વારા અરૂણ જેટલીના પૂતળા દહનનો પ્રયાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App