Divya Bhaskar

Home » Daxin Gujarat » Narmada District » Rajpipla » Rajpipla - વાગડીયા- નવાગામના 21 અસરગ્રસ્તોને તાબડતોડ પ્લોટ ફાળવી દેવામાં આવ્યાં

વાગડીયા- નવાગામના 21 અસરગ્રસ્તોને તાબડતોડ પ્લોટ ફાળવી દેવામાં આવ્યાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:26 AM

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ફોર લેન રોડમાં અવરોધરૂપ મકાનો તોડી પડાશે વડાપ્રધાનના આગમન પહેલા વિરોધ ટાળવા...

  • Rajpipla - વાગડીયા- નવાગામના 21 અસરગ્રસ્તોને તાબડતોડ પ્લોટ ફાળવી દેવામાં આવ્યાં
    કેવડીયાની સાધુ ટેકરી ખાતે આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું 31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ સમારંભ પહેલા કોઇ વિવાદ ઉભો ન થાય તે માટે દોડતા થયેલી રાજય સરકાર અને વહીવટીતંત્રએ વાગડીયા અને નવાગામના 21 અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક અસરથી પ્લોટની ફાળવણી કરી છે. આ અસરગ્રસ્તોના હાલના મકાનો ફોર લેન રોડમાં અડચણરૂપ હોવાથી તેમને તોડી પાડવાનો નિર્ણય લેવાઇ ચુકયો છે.

    કેવડિયા થી સ્ટૅચુ ઓફ યુનિટી સુધી જતો રસ્તો ફોરલેન બનાવવામાં આવી રહયો છે. જેમાં વાગડીયા અને ...અનુસંધાન પાના નં.2

    નવાગામ અને વાગડીયાના અસરગ્રસ્તોની નિગમના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ તાત્કાલિક સહાયની ચુકવણી કરી હતી. પ્રવિણ પટવારી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending