તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla નર્મદા જિ.માં ખેલ મહાકુંભમાં 61 હજાર ખેલાડીઓએ ભાગ લીધો

નર્મદા જિ.માં ખેલ મહાકુંભમાં 61 હજાર ખેલાડીઓએ ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ આર્ચરી, ટવેકેંડો, હેન્ડ બોલ, ટેબલ ટેનિસ સહિતની રમતો રમાડાઈ રહી છે જેમાં 61 હજારથી વધારે ખેલાડીઓ ભાગ લઇ રહયાં છે.

રાજયમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ અંતર્ગત નર્મદા જિલ્લાની રમત ગમત સ્પર્ધાઓ રાજપીપલા ખાતે નવદુર્ગા હાઈસ્કૂલ, છોટુભાઈ પુરાણી કોલેજ સંકુલ માય સેનન શાળા ખાતે યોજાઇ રહી છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં નર્મદા જિલ્લામાંથી 61 હજાર જેટલા રમતવીરોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લા કક્ષાએ આર્ચરી, ટવેકેંડો, હેન્ડ બોલ, ટેબલ ટેનિસ, ખોખો, દોડ, સ્વિમિંગ, ફૂટબોલ, બેઝ બોલ, ચેસ, સહિતની રમતો રમાઈ રહી છે અને ખેલાડીઓ ઘણી ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે રમત ગમત અધિકારી મહેશ ચૌધરી સિનિયર કોચ વિષ્ણુ વસાવા સહિતના કોચ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓ તેમનું કૌવત બતાવી રહયાં છે.

નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત આર્ચરી સ્પર્ધામાં ભાગ લઇ રહેલી સ્પર્ધકો. તસવીર-પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...