તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પરથી 50 હજારના દારૂ સાથે યુવાન ઝડપાયો

સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પરથી 50 હજારના દારૂ સાથે યુવાન ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ નજીકથી પોલીસે 50 હજારના દારૂ સાથે કારચાલકને ઝડપી પાડયો છે. તેની પાસેથી દારૂ અને કાર મળી 3 લાખનો મુદામાલ કબજે લેવાયો છે.

સાગબારા પી.આઇ વાય.એસ.શિરસાઠ અને સ્ટાફે ધનસેરા ચેકપોસ્ટ નજીકથી પસાર થતી કારને અટકાવી હતી. કારના ડ્રાઈવરનું નામઠામ પૂછતાં તેણે પોતે પોતાનું નામ જવલા વસાવા હાલ રહે આમોદ(મૌલોપડા) તા.કુકરમુંડા જીલ્લો તાપી.મૂળ રહે નેવડીઆબા તા.સાગબારા જિલ્લો નર્મદાનો હોવાનું જણાવ્યું હતું.

આ ડ્રાઈવરને ઉતારી કાર ચેક કરતા તેમાંથી વિદેશી દારૂના કવાટર અને બિયર ના ટીન મળી કુલ 50 હજારનો જથ્થો મળી આવ્યો હતો.

ઇકો ગાડી,મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી કુલ કી રૂ 3 લાખ ના મુદામાલ જપ્ત કરી સાગબારા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...