• Home
  • Daxin Gujarat
  • Narmada District
  • Rajpipla
  • Rajpipla - ભરૂચ-નર્મદાના આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ

ભરૂચ-નર્મદાના આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ

ગામડાની મહિલાઓ આજે પણ કપડાનો ઉપયોગ કરે છે અંતરિયાળ ગામડાઓમાં મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરી રહેલા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Rajpipla - ભરૂચ-નર્મદાના આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ

ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં મહિલાઓ આજે પણ માસિક ધર્મમાં જુનવાણી પરંપરા અપનાવી રહી છે ત્યારે આ મહિલાઓને સમજાવીને તેમને સેનેટરી પેડનું વિતરણ કરવાની ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. ખાનગી કંપનીના કર્મચારીઓ પેડમેન બની આ કામગીરી કરી રહયાં છે.

દેશના અંતરિયાળ વિસ્તારમાં જાગૃતીના અભાવે મહિલાઓ અને યુવતીઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કોટનના કપડાં,માટી અને અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે.હવે આના કારણે એવી મહિલાઓ ઇન્ફેસકન તથા અન્ય જાતીય રોગોનો શિકાર બનતી હોય છે. અક્ષય કુમાર અભિનીત ‘પેડમેન’ફીલ્મમાંથી પ્રેરણા લઇ ગુજરાતમાં પ્રથમ વખત રાજશ્રી પોલીફિલ કંપનીએ એક પહેલ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની આદિવાસી મહિલાઓ જે વર્ષોથી જૂની પરમ્પરા હજુ પણ અપનાવાતી આવી છે જેમને સમજાવવામાં આવી રહી છે. દરેક ગામમાં સર્વે કરીને મહિલાઓને સેનેટરી નેપકીન નું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. કંપનીના કર્મચારીઓ ‘પેડમેન’ બની સેનેટરી નેપકીન વિતરણ કરી રહયાં છે અને મહિલા સ્ટાફ દ્વારા મહિલાઓનેમાહિતી પણ આપવામાં આવી રહી છે.

અત્યાર સુધી 30થી વધુ ગામોમાં કામગીરી કરી છે

અમારી કંપની દ્વારા હાથ ધરેલા સર્વેમાં અત્યારે પણ અમુક મહિલાઓ કોટનના કપડાં સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું. અમે મહિલાઓમાં જાગૃતિ લાવવાનું નક્કી કરી મહિલાઓ શરમ દુર કરવાના પ્રયાસો આદર્યા છે. ભરૂચ-નર્મદા જિલ્લાના લગભગ 30-40 ગામોમાં ઘરે ઘરે જઈ મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરી રહ્યા છે. સંજય અગ્રવાલ, આસી.વાઇસ પ્રેસિડન્ટ રાજશ્રી પોલીફિલ્સ

X
Rajpipla - ભરૂચ-નર્મદાના આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App