દેડીયાપાડા-સાગબારામાં સુવિધાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી

નર્મદા જિ.સંકલન સમિતિની બેઠકમાં મહેશ વસાવાએ રોષ ઠાલવ્યો એસટી, શાળા, આરોગ્ય કેન્દ્રો, વીજળીના અભાવે લોકોને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Rajpipla - દેડીયાપાડા-સાગબારામાં સુવિધાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી
નર્મદા જિલ્લાના દેડીયાપાડા, સાગબારા સહીતના આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારવામાં નહિ આવે તો ધારાસભ્ય મહેશ વસાવાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સાત જેટલા મુદ્દા જિલ્લા કલેક્ટરને લેખિત માં આપી સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માંગ કરી છે.

રાજપીપળામાં આવેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ હતી. જેમાં દેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ નર્મદાજિલ્લાના તાલુકા મથકો પર આદિવસી સમાજ ભવન, અને સાંસ્કુતિક હોલ બને, એકલવ્ય મોડેલસ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલના નવા બાંધકામ કેમ શરૂ કરતા નથી , સરકારી દવાખાનાઓમાં અત્યાધુનિક મશીનો કેમ નથી સહિતના સવાલો ઉઠાવ્યાં હતાં.

ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામડા જેવાકે બોગાજ, ફુલસર, કંજાલ, બેબાર, ધુતર, ઝાડોલી, ખોખરા ઉંમર, ગામોમાં લાઇટોનો ઘણો પ્રશ્ન છે તો કેમ નિયમિત લાઈટો રહેતી નથી તો આ ...અનુસંધાન પાના નં.2

X
Rajpipla - દેડીયાપાડા-સાગબારામાં સુવિધાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App