તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજપીપળાની કોલેજના MAના છાત્રો ટેલીફીલ્મની મદદથી અભ્યાસ કરે છે

રાજપીપળાની કોલેજના MAના છાત્રો ટેલીફીલ્મની મદદથી અભ્યાસ કરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજપીપળા કોલેજના આચાર્યએ અભ્યાસક્રમને શોર્ટ ફીલ્મના માધ્યમથી ભણાવવાનો અભિગમ અપનાવ્યો છે.

નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે ઘણો પાછળ છે ત્યારે હાલ સરકાર તથા વહીવટી તંત્ર ઠોઠ બાળકોને હોશિંયાર બનાવવા માટે મિશન વિદ્યા ચલાવી રહ્યા છે. બાળકોને ભણાવતા શિક્ષકો પણ ગુણવત્તાસભર બને તે માટે રાજપીપળામાં એક નવતર પ્રયોગ કરાઇ છે. આજનો યુવા વર્ગ સોસીયલ મીડિયાથી એટલો પ્રભાવિત છે કે શિક્ષણકાર્યથી વધુ સમય તેને આપે છે. ફિલ્મો, ફિલ્મોના ગીતો તેમને સરળતાથી યાદ રહી જાય છે. દ્રશ્ય, શ્રાવ્ય પદ્ધતિ વર્ષોથી શિક્ષણમાં છે પણ હવે તેમાં બદલાવ જરૂરી છે. આ વિચારને એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો શૈલેન્દ્રસિંહ માંગરોલાએ અમલમાં મુકયો છે.

હિન્દી સાહિત્યના આધ્યાપક સાથે રહી વૃન્દાવન વર્મા રચિત હિન્દી ઉપન્યાસ મૃગનયની જે કોલેજમાં ભણતા એમ.એ.ના વિદ્યાર્થીઓ ને સમજાય અને તેઓ પરીક્ષામાં ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...