તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાપી પારડી તાલુકાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દોડયા

વાપી-પારડી તાલુકાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દોડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી-વાપી તાલુકાનો રમતોત્સવ ગોઇમા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં શિક્ષકો અને બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. અંગે બીઆરસી વિનોદભાઇ પટેલે જણાવ્યું હતું કે કબડ્ડી ભાઇઓ-બહેનોમાં નેવરી પ્રાથમિક શાળા પ્રથમક્રમે રહી હતી. ખો-ખોમાં ભાઇઓમાં ખુંટેજ પ્રાથમિક અને બહેનોમાં પરવાસા પ્રાથમિક શાળા પ્રથમક્રમે રહી હતી. લાંબીકુદમાં ભાઇઓમાં ખુંટેજ અને બહેનોમાં બાલદા શાળાનો સમાવેશ થાય છે. શિક્ષકોમાં લાંબી કુદ ભાઇઓમાં ધગળમાળ પ્રાથમિક શાળા ,બહેનોમાં ચક્રફેંકમાં કરવડ મુખ્ય પ્રાથમિક શાળા અન ગોળા ફેંકમાં દેગામ મુખ્ય પ્રાથમિક શાળાના ,ગોળાફેંક બહેનોમાં અંબાચ આમલી ફળિયા ,100 મીટર દોડ ભાઇઓમાં બલીઠા મુખ્ય પ્રાથમિક શાળા તથા બહેનોમાં કુંભારિયા પ્રાથમિક શાળા ,યોગમાં ભાઇઓમાં પલસાણા અને બહેનોમાં કરવડ મુખ્ય પ્રાથમિક શાળાના હેમાંગીનીબેન ટંડેલ પ્રથમક્રમે રહયા હતાં.

કરવડ મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક અમુલભાઇ એમ.પટેલના નેજા હેઠળ શાળા ત્રણ સ્પર્ધામાં પ્રથમક્રમે રહી હતી. યોગમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કેતન પટેલ, ટીડીઓ, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ ગોકૂળ પટેલ વગેરે હાજર રહયા હતાં.

ગોળાફેંકમાં કુંભારિયા અને બહેનોમાં ડેહલી મંદિર ફળિયા તથા 100 મીટર દોડમાં ડુંગરી મુખ્ય અને બહેનોમાં આમળી પ્રાથમિક શાળા પ્રથમક્રમે રહી હતી. યોગમાં કરવડ મુખ્ય પ્રાથમિક શાળા ભાઇઓ અને બહેનોમાં અંબાચ આમળી ફળિયામાં રહી હતી.