• Gujarati News
  • ઉમરસાડીનાદેવડાતળાવ ફળિયામાં રહેતી રમીલાબેન સતીષભાઈ હળપતિ બે સંતાનની માતા

ઉમરસાડીનાદેવડાતળાવ ફળિયામાં રહેતી રમીલાબેન સતીષભાઈ હળપતિ બે સંતાનની માતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરસાડીનાદેવડાતળાવ ફળિયામાં રહેતી રમીલાબેન સતીષભાઈ હળપતિ બે સંતાનની માતા છે જે ગત સોમવાર તા 13 ઓક્ટમ્બર ના રોજ ઘરે કેરોસીનવાળો પ્રાઈમસ રસોઈ બનાવવા માટે સળગાવી રહી હતી. જે દરમિયાન પ્રાઈમસમાં સળગાવવા માટે પંપ મારી પીન મારતા કેરોસીન તેના શરીર પર ઉડ્યું હતું. ઉડ્યા કેરોસીન ની ગંભીરતા લઇ સળગાવવા માટે માચીસ મારતા પ્રાઈમસ માં ભડકો લેતા તેના સાડી પર પણ આગ લાગી ગઈ હતી આગ લગતા રમીલાબેન બુમાબુમ કરતા ઘરે હાજર પરિવાર જનો દોડી આવી આગ બુઝાવવા હતી પરંતુ આગમાં રમીલાબેન શરીરે ગંભીર રીતે દાઝતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ઘટના અંગે પારડી પોલીસ મથકે સિવિલ હોસ્પિટલના તબીબે મહિલા શરીરે 80% દાઝી હોવાનું જાણ કરતા પારડી પોલીસે જાણવ જોગ ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી દાઝેલી મહિલા હોસ્પિટલ માં પાંચ દિવસીય સારવાર લીધાબાદગત શુક્રવાર ના સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.