• Gujarati News
  • અઠવાગેટનીયુવતીને 35 હજાર મિસ્ડ કોલ કરનારા વડોદરાના આરોપી અને

અઠવાગેટનીયુવતીને 35 હજાર મિસ્ડ કોલ કરનારા વડોદરાના આરોપી અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અઠવાગેટનીયુવતીને 35 હજાર મિસ્ડ કોલ કરનારા વડોદરાના આરોપી અને સસ્પેન્ડેડ જજ નીલેશ ચૌહાણની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ નવમા એડિશનલ સેશન્સ જજ નિરંજન વ્યાસે કર્યો હતો. કોર્ટે હુકમમાં ટાંક્યું હતું કે આરોપી સામાન્ય માણસ નથી જવાબદાર જ્યુડિ. ઓફિસર છે. તેણે ખુરસીની ગરિમા જાળવવી જોઇએ. બચાવ પક્ષ તરફથી સરકારી વકીલ પારડીવાલા અને વિથ પ્રોસિક્યુશન કેતન રેશમવાલાએ દલીલો કરી હતી. આગોતરા રદ કરતા હવે તપાસકર્તા અધિકારી ગમે ત્યારે આરોપીની ધરપકડ કરી શકે છે. વડોદરા સ્થિત અલકાપુરી ખાતેની ઓફિસર્સ કોલોનીમાં રહેતા અને રાંદેર રોડ સ્થિત શાંતિવન ટાઉનશિપમાં પણ ઘર ધરાવતા સસ્પેન્ડેડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરતના અઠવાલાઇન્સ ખાતે રહેતી એક યુવતીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં મળ્યા હતા.

35 હજાર મિસ્ડ કોલના કેસમાં આરોપી જજની આગોતરા રદ