• Gujarati News
  • વલસાડ જિલ્લામાં મેઘમહેર જારી કપરાડામાં સાડાત્રણ ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં મેઘમહેર જારી કપરાડામાં સાડાત્રણ ઇંચ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરમાં ત્રણ ઇંચ, વલસાડ સવા બે ઇંચ, વાપી બે ઇંચ, પારડી પોણા બે ઇંચ વરસાદ
ભાસ્કરન્યૂઝ.વલસાડ
વલસાડજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે. બુધવારે પણ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતાં. ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો.
ચાલૂ વર્ષે દોઢેક માસનાં વિલંબ બાદ જિલ્લામાં સક્રિય ચોમાસાનાં મંડાણ થયાં હતાં. જૂલાઇમાં ધોધમાર વરસાદ થયાં બાદ ઓગષ્ટમાં મેઘરાજા ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ ધપ્યાં હતાં. જ્યારે સપ્ટેમ્બર માસનાં પ્રારંભે છુટોછવાયો વરસાદ જિલ્લાનાં તાલુકાઓમાં થતો રહ્યો હતો. પંરતુ છેલ્લા ચારેક દિવસથી સારો વરસાદ થતાં જિલ્લામાં મેઘમહેર જારી રહી છે. મંગળવારે રાત્રિથી બુધવારે મોડી સાંજ સુધી ભારે ઝાપટાં સાથે વરસાદનો દૌર સમયાંતરે ચાલૂ રહ્યો હતો. જેને લઇ જિલ્લાનાં અંતરિયાળ તાલુકા કપરાડામાં સાડા ત્રણ ઇંચ અને ધરમપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ જારી રહ્યો હતો. વલસાડમાં પણ દિવસભર આકાશ વાદળછાયું રહેવા સાથે વરસાદ વરસતાં શહેરીજનોએ ફરીથી સક્રિય ચોમાસાની અનૂભુતિ કરી હતી.