• Gujarati News
  • કાર નહીં અટકાવતા પોલીસે કાચ પણ તોડી નાંખ્યા

કાર નહીં અટકાવતા પોલીસે કાચ પણ તોડી નાંખ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીપોલીસ બુધવારે સાંજે પેટ્રોલિંગ કરી રહી ત્યારે ભરૂચ પાસિંગ વાળી કાર જીજે 16 એએ 1268માં દારૂ ભરેલો સમજીને પીછો કર્યો હતો. પૂરપાટ ઝડપે જતી કારનો પોલીસે વલસાડના વસિયર સુધી ડી-માર્ટ પાસે પીછો કરી કારને અટકાવી દીધી હતી. પોલીસે પહેલા તો કારને અટકાવી તેની પર હુમલો કરી આગળના કાચ તોડીને ભુક્કો કરી નાખ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા દારૂના બદલે એક યુવાન અને યુવતી દેખાતા પોલીસનો ફેરો માંથે પડ્યો હતો. યુવક અને યુવતીને સમજાવી પોલીસ પારડી પોલીસ મથકે લઈ આવી હતી.
અંગે પારડી પોલીસ મથકના પીએસઆઈ બી.જે. સરવૈયાએ જણૌવ્યું કે, કાર ચાલકે ગાડી ઉભી રાખતા ડી-સ્ટાફના જવાનોએ તેનો પીછો કરી ગાડી ઉભી રાખી તેના કાચ તોડી નાખ્યા હતા. જોકે મામલે ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે દારૂ ગાડી સમજી પીછો કર્યો ને મળ્યા યુવક-યુવતી