503

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દેસાઈની પેનલ વચ્ચે સીધો જંગ
21
33381
015
315
012
સરદારભીલાડવાળા બેંકની પાંચ બેઠકોની યોજાનાર ચૂંટણી માટે બુધવારે ચૂંટણી અધિકારીએ ફાઇનલો ઉમેદવારોની જાહેરાત કરી હતી. જે મુજબ ચૂંટણીમાં બેંકના વર્તમાન ડિરેકટર હેમંત દેસાઇ અને બેંકના વર્તમાન ચેરમેન હર્ષદ દેસાઇની પેનલ વચ્ચે સીધો મુકાબલો યોજાશે. ચૂંટણીમાં વખતે રાજકારણ ઘુસતા શું પરિણામ આવશે તેના પર સૌની નજર છે.
ભીલાડવાળા બેંકમાં મુદ્દત પૂર્ણ થતા ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણી માટે બુધવારે સવારે ફાઇનલ ઉમેદવારોની રિટનીંગ ઓફિસર દિલિપ દેસાઇએ જાહેરાત કરી હતી. જેમાં કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વાપી અને પારડીની બે-બે બેઠકો માટે પાંચ-પાંચ ઉમેદવારો મેદાને હોવાથી ચૂંટણી રસપ્રદ બનશે. જ્યારે ઉદવાડા બેઠક પર ખુદ બેંકના વર્તમાન ચેરમેન હર્ષદ દેસાઇની સામે ડુંગરાના પિયુષભાઈએ ઝંપલાવ્યું છે. ચૂંટણીમાં બેંકના વર્તમાન ડિરેકટર હેમંતભાઈ અને બેંકના ચેરમેન હર્ષદભાઈની પેનલ વચ્ચે સીધો જંગ ખેલાશે.

એવું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ઉમેદવારોના નામો ફાઇનલ થતાંની સાથે ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો.
વાપીના ઉમેદવારની 12મીએ સુનાવણી
વાપીબેઠકપરથી દિલિપ શાહનું ફોર્મ રદ્ કરાતાં તેમણે કરેલી અપીલમાં ર્બોડ ઓફ નોમિનીઝ ર્કોટે સ્ટે આપ્યો હતો. બુધવારે સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળી વધુ સુનાવણી 12 સપ્ટેમ્બરે યોજવા અંગે હકુમ કર્યો હતો.
ઉમેદવારોની યાદીઃ વાપી }અભિષેક અજયકુમાર શાહ } દિલિપ પ્રેમચંદ શાહ (દાવાને આધિન) }નિલેશ ઠાકોરભાઇ નાયક} રમેશચંદ્ર ભીખુભાઇ દેસાઇ } સંજય જશવંત મહેતા પારડી}ધર્મેશ વસંતલાલ મોદી } હેમંત વનમાળીભાઇ ભગત } કર્તિીકુમાર રતિલાલ રાજપુત } નિરંજન હસમુખ શાહ } નવિન શંકર પટેલ ઉદવાડા}હર્ષદ મોહનલાલ દેસાઇ } પિયુષ હિ‌રૂ દેસાઇ
પારડી
સરદાર ભીલાડવાળા બેંક
ચૂંટણી
કાઉન્ટડાઉન
(જનરલ મેનેજરે રજૂ કરેલી માહિ‌તી)
સપ્ટેમ્બરે બેંકનીપાંચ પદ માટેની ચૂંટણી લડાશે
સભાસદો બેંકમાંહાલ છે
બેંકના કુલડિરેક્ટરોનું બોર્ડ છે
કરોડનું ધિરાણબેંક દ્વારા અન્યત્ર થયેલ છે
ડિરેક્ટરોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે
કરોડની ડિપોઝીટબેંકની પાસે હાલે છે