• Gujarati News
  • પારડીમાં ચાલકને ચક્કર આવતા બાઈકની ચોરી

પારડીમાં ચાલકને ચક્કર આવતા બાઈકની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરલાઇખાતે રહેતો ઇસમ ગત રોજ પોતાની બાઈક લઇ પારડીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ચક્કર આવી જતાં બાઈક લઇ કુંભારિયાથી બોરલાઈ જતાં માર્ગ પર ઉભો રહી ગયો હતો. જમીન પર બેસી પડેલો ઇસમને અચાનક અર્ધબેભાન થઇ જતાં તેનો ફાયદો લઇ કોઈ ચોર ઇસમ તેનું બાઈક ચોરી કરી ગયો હતો.

બોરલાઈ ગરાસીયા ફળિયા ખાતે રહેતો રાજેશભાઈ છીબુંભાઈ રોહિત બુધવારે પારડી બજારમાં કામ અર્થે આવ્યો હતો. કામ પતાવી પરત બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે કુંભારિયાથી બોરલાઈ જતાં માર્ગ પર એને અચાનક ચક્કર આવી જતા તે બાઈક ઉભી રાખી રસ્તા પર બેસી પડ્યો હતો અને ચક્કરના કારણે ત્યાં અર્ધબેભાન થઇ ગયો હતો. જે અળધો એક કલાકમાં ભાનમાં આવતા તેની પાસે ઉભી રાખેલી બાઈક ગાયબ હતી. બાઈકની શોધખોળ કરવા છતાં મળતા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.