• Gujarati News
  • ડીજીવીસીએલસુરતની વિજિલેન્સ ટીમે ગુરૂવારે વાપી,વલસાડ અને પારડી તાલુકામાં ઓંચિતું

ડીજીવીસીએલસુરતની વિજિલેન્સ ટીમે ગુરૂવારે વાપી,વલસાડ અને પારડી તાલુકામાં ઓંચિતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીજીવીસીએલસુરતની વિજિલેન્સ ટીમે ગુરૂવારે વાપી,વલસાડ અને પારડી તાલુકામાં ઓંચિતું ચેકિંગ હાથ ધરી કુલ ~ 9 લાખની વીજચોરી ઝડપી પાડી હતી. જયારે વાપી ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થાનિક વાપી ડિવિઝનની ટીમે પણ વીજ મીટરોની ચકાસણી કરી કુલ ~ 4 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ડીજીવીસીએલના સપાટાના કારણે વીજ ચોરી કરતાં ઇસમોમાં ફફટાટ ફેલાઇ ગયો હતો.

વાપીના સુલપડ, ભડકમોરા વિસ્તારમાં ડીજીવીસીએલની વિજિલેન્સની કુલ 8 ટીમે ગુરૂવારે સવારે વીજ મીટરોની ચકાસણી હાથ ધરી હતી. ટીમોએ સવારથી ચેકિંગ હાથ ધરી કુલ 130માંથી 5 કનેકશનમાંથી ગેરરીતિ ઝડપી પાડી હતી. હતું. વાપી શહેરમાંથી કુલ ~2.20લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. સ્થાનિક વાપી ડિવિઝનની ટીમે વાપી ગ્રામ્ય વિસ્તારના પણ મીટરોની ચકાસણી કરી કુલ ~4 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. હતી. ડીજીવીસીએલની વિજિલેન્સ ટીમે પારડી તાલુકાના પરિયા, ખૂંટેજ,ડુમલાવ,ગોઇમા,બરઇ ઉમરસાડી વિસ્તારના કુલ 297 કનેકશનોની ચકાસણી કરી હતી.

જેમાં કુલ ~4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજેલેન્સ ટીમે મીટરોની ચકાસણી કરી હતી. ભુતસર, રોણવેલ, બોદલાઇ, ભોમાપારડીના કુલ 166 વીજ કનેકશનોની ચકાસણી કરાઇ હતી,જેમાંથી 12 કનેકશનોમાં ગેરરીતિ ઝડપાઇ હતી, આમ વાપી,પારડી અને વલસાડમાંથી કુલ ~ 9 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી ઝડપી પાડવા શરૂ કરવામાં આવેલા વીજ ચેકિંગ અભિયાનથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. કેટલાક વીજ ચોરો એલર્ટ થઇ બધુ સીધું કરવામાં મંડી ગયા છે.