• Gujarati News
  • પંચાયતોને નગપાલિકામાં સમાવેશ કરવાના મુદ્ સરપંચોનો વિરોધ

પંચાયતોને નગપાલિકામાં સમાવેશ કરવાના મુદ્ સરપંચોનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકા કરતાં સારી સુવિધા પંચાયત દ્વારા આપવામાં આવી રહી છે તેઓ સરપંચોનો મત

ભાસ્કરન્યૂઝ.વાપી

રાજયસરકારે નગરપાલિકાને અડીને આવેલી મોટી પંચાયતોને નગરપાલિકા સમાવેશ કરવાની તૈયારી કરતાં સરપંચોમાં વિરોધ જોવા મળ‌ી રહ્યો છે. રાજય સરકારની સૂચનાના પગલે તલાટીઓએ મોટી પંચાયતોની તમામ વિગતો એકત્ર કરવાની કામગીરી આરંભી છે.જેને લઇ વલસાડ જિલ્લાના સરપંચોમાં નારાજગી પ્રસરી રહી છે.

વલસાડ અને વાપી નગરપાલિકા વિસ્તારની નજીક આવેલી પંચાયતોને પાલિકામાં સમાવેશ કરવા અંગે હાલ તલાટીઓએ જરૂરી માહિતી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મોટી પંચાયતોની તમામ ભૌગોલિક સ્થતિ અંગે રાજય સરકારે વિસ્તૃત અહેવાલ મંગાવતાં તલાટીઓમાં દોડધામ કરી રહયા છે, તલાટીઓ તમામ માહિતી તાલુકા પંચાયતમાં મોકલશે. બીજી તરફ પંચાયતોને પાલિકામાં સમાવેશ કરવાના મુદ્દે સરપંચો વિરોધ કરી રહ્યા છે. બાબતે સરપંચોએ ઉગ્ર વિરોધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરપંચોના મતે નગરપાલિકા કરતાં સારી સુવિધા પંચાયત દ્વારા આપવામાં આવી રહી છે,જેથી પંચાયતોને પાલિકામાં સમાવેશ કરવાની જરૂરિયાત નથી.

સરપંચોના વિરોધના કારણે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં શું નિર્ણય લેવાઇ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

કયા ગામોને પાલિકામાં સમાવેશની વાત છે

વાપી તાલુકો: છીરી,છરવાડા, ચણોદ, બલીઠા, નામધા-ચંડોર

પારડીતાલુકો :ઉમરસાડી દેસાઇવાડ, ઉમરસાડી માછીવાડ, બાલદા કોટલાવ

અમે વિરોધ કરીશું

કઇ-કઇ વિગતો રાજય સરકારે મંગાવી

વિકાસ કમિશ્રરગુજરાત દ્વારા નગરપાલિકા વિસ્તારની નજીક આવેલી પંચાયતોની માહિતી તાલુકા પંચાયત પાસે માગવામાં આવી છે,જેમાં 2001ની વસ્તી,2011ની વસ્તી,નજીકની નગરપાલિકા,નગરપાલિકા અંગે કંઇ દરાખાસ્તો થઇ છે, પંચાયત અર્બન વિસ્તાર વિકાસ હદમાં છે કે નહી, પંચાયતની છેલ્લી ચૂંટણીની તારીખ સહિત વિવિધ વિગતો માગવામાં આવી છે.

પંચાયતોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો પારડી તાલુકા સરપંચ સંઘ વિરોધ કરશે. મોટા ભાગના સરપંચો અંગે વિરોધ કરી રહયા છે. બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.> કિશોરભાઇટંડેલ,પ્રમુખ,પારડી તાલુકાસરપંચ સંઘ