• Gujarati News
  • ઝાડ પરથી પટકાતા આમળીનો યુવાન મોતને ભેટ્યો

ઝાડ પરથી પટકાતા આમળીનો યુવાન મોતને ભેટ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાડ પરથી પટકાતા આમળીનો યુવાન મોતને ભેટ્યો



બગવાડાપેટ્રોલ પંપ પર આજરોજ આમળી થી ઝાડ ની ડાળી કાપવા આવેલ 40 વર્ષીય ઇસમ રમેશ ભીખુભાઈ પટેલ ( 40) નો અચાનક પગ લપસી જતા તે ઝાડ પર થી નીચે પટકાયો હતો અને માથા ના ભાગે ઈજા પહોચતા લોહી લુહાણ થઇ ગયો હતો જેને સારવાર માટે લોહી લુહાણ હાલત માં સારવાર માટે રીક્ષા માં પારડી ખાતે લઇ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તા માંજ રમેશભાઈ નું કરૂણ મોત નીપજ્યું હતું. ઝાડ પર થી નીચે પટકાતા તેને માથા ના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી પારડી પોલીસ ને જાણ કરાતા પારડી પોલીસે અકસ્માત મોત નોંધી વધુ લાશનો કબ્જો લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



બગવાડા ખાતે આવેલ સાંઈ પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતો રીપલ પી પટેલ રહે આમળી દીપલી ફળિયાશનિવાર ના રોજ આમળી ખાતે રહેતા ગમન લલ્લુ પટેલ તથા ચંદુ મોરાભાઈ પટેલ અને રમેશ ભીખુભાઈ પટેલ ને પેટ્રોલ પંપ ની કંપાઉન્ડ માં આવેલ આંબા ના ઝાડ ની ડાળી કાપવા માટે ત્રણેય ને બગવાડા ખાતે લઇ આવ્યો હતો જ્યાં ઝાડ ની ડાળી કાપવા માટે ઝાડ ઉપર ચઢેલો રમેશ ભીખુભાઈ પટેલ ( 40) નો અચાનક પગ લપસી જતા તે ઝાડ પર થી નીચે પટકાયો હતો અને માથા ના ભાગે ઈજા પહોચતા લોહી લુહાણ થઇ ગયો હતો જેને સારવાર માટે લોહી લુહાણ હાલત માં સારવાર માટે રીક્ષા માં પારડી ખાતે લઇ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તા માંજ રમેશભાઈ નું કરૂણ મોત નીપજ્યું હતું ઘટના ને લઇ રીપલે પારડી પોલીસ ને જાણ કરાતા પારડી પોલીસે લાશ નો કબજો મેળવી પી એમ કરાવ્યું હતું અને ત્યાર બાદ લાશ નો કબજો તેના પરિવાર જનો ને આપી વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી હતી , રમેશભાઈ ના પિતા નું તાજેતર માજ મૃત થયા હતા અને તે બાદ રમેશભાઈ નું કરૂણ મોત નીપજતા તેના પરિવાર પર ફરી આફત નું વંટોળ ફરી વળ્યું હતું