તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉમરસાડી જે.વી. બી સ્મારક હાઇસ્કૂલ દ્વારા સ્વચ્છતા અંગે રેલી કાઢી

ઉમરસાડી જે.વી. બી સ્મારક હાઇસ્કૂલ દ્વારા સ્વચ્છતા અંગે રેલી કાઢી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરસાડી જે.વી. બી સ્મારક હાઇસ્કૂલ દ્વારા સ્વચ્છતા અંગે રેલી કાઢી અને સ્કૂલના કંપાઉન્ડ ,વર્ગખંડ ,શૌચાલય ની જાતે સફાઈ કરી જાહેર સ્થળો દવા નો છંટકાવ કરી ગામ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. આચાર્ય વિજયભાઈ ડી પટેલ અને સફાઈ સમિતિના કેશવભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અભિયાન હાથ ધરાયું હતું જેમાં સ્વચ્છતા અંગેના પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરી હાઇસ્કુલના વિદ્યાર્થી‍ , શિક્ષક ગણ , તથા સરપંચ કિશોરભાઈ અને સભ્યો શપથ લીધા હતા. સ્વચ્છતા અંગે ગામમાં સ્વચ્છતાના વિવિધ બેનરો લઇ રેલી કાઢી હતી.

ઉમરસાડી હાઇસ્કૂલમાં સ્વચ્છતા સપ્તાહ

નારગોલ ભંડારી સમાજનું ગૌરવ

ઉમરગામ |રાજય સરકારના ખેલ મહાકુંભ-2014 અંતર્ગત સંજાણ એસ.જી. ડાકલે હાઈસ્કુલ ખાતે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં નારગોલ નવાતળાવ-2 સ્થિત ઉજ્જવલકુમાર પટેલે 16 વર્ષથી વધુ જૂથમાં નારગોલ નવાતળાવ-1 ના પ્રદીપભાઈ ભંડારીને ફાઈનલમાં પરાસ્ત કરી િજલ્લા કક્ષા માટે કવોલીફાઇ થયા છે. િજલ્લા સ્પર્ધા 10 ઓકટોબરે ડીસીઓ હાઈસ્કૂલ પારડી ખાતે યોજાનાર છે. જે બદલ ભંડારી સમાજ તેમજ સમગ્ર નારગોલ ગામનું ગૌરવ અનુભવે છે.

કવિશ્રી ઉશનસ્ ની સ્મૃિતમાં કાર્યક્રમ

વલસાડ |વલસાડના સંસ્કાર મિલન અને લાયન્સ કલબ ઓફ બલસારના સંયોજનમાં મૂધન્ય કવિશ્રી ઉશનસ્ની સ્મૃતિમાં 12 ઓકટોબરના રોજ રવિવારે સાંજે 4:30 થી 6:30 કલાક સુધી લાયન્સ કોમ્યુનીટી હોલ જવાહર નગરમાં રેલાશે કવિતાની રમઝટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાપી એવોર્ડ વિજેતા સદાબહાર કવિ નયન દેસાઈ અને મધુરા મનોરમ યુવા કવિ મહેશ દાવડકર ક્ષણે ક્ષણને આનંદસભર બનાવશે. પ્રસંગે સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહેવા સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

કોમર્સ કોલેજમાં સ્વચ્છતાના શપથ

‌વલસાડ |વલસાડની કોમર્સ કોલેજમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોલેજ પરિવાર દ્વારા સ્વચ્છતા શપથ લેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કોલેજના શૈક્ષણિક અને વહીવટી પાંખે મહાત્મા ગાંધીના સ્વપ્નનું સ્વચ્છ ભારત બનાવવા તમામ પાસે તેમની આજુબાજુ ફેલાયેલી ગંદકી દુર કરવાના તથા તેમની સાથેના મિત્રો-પરિવારના સભ્યો પાસે પણ કાર્ય કરવાના શપથ લેવડાવ્યા હતા.દરેક વિદ્યાર્થીઓ,સ્ટાફે પોતાની જગ્યાએથી ઉભા થઇ પ્રતિ વર્ષ્ 100 કલાક આપવાના અને પરિવાર કે િમત્રો મળી 100 વ્યકિતઓ પાસે કાર્ય કરાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.સાથે એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્