• Gujarati News
  • બાલદા ગામે ફિલ્ટર પાણી સપ્લાયર વચ્ચે મારામારી

બાલદા ગામે ફિલ્ટર પાણી સપ્લાયર વચ્ચે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીતાલુકાના બાલદા ગામે ગત સોમવારનાં રોજ ફિલ્ટર પાણી મારા ગ્રાહકને કેમ આપે છે ના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથે મારા મારી થતા બંને પક્ષો પારડી પોલીસ મથકે આવી આજરોજ સામ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સડક ફળિયામાં રહેતા પરેશ ભરત મિસ્ત્રી ફિલ્ટર પાણીનો સપ્લાયરનો ધંધો કરે છે. જે સોમવારના રોજ બપોરે બાલદા મોટા ફળિયામાં પાદરદેવી માતાના મંદિર પાસે મનીષ જયંતીલાલ પટેલ, હર્ષિક ચીમન પટેલ અને નિકુંજ સુરેશ પટેલ બેઠો હતો. ત્યારે લગભગ 12:30 વાગ્યાનાં સુમારે ત્યાંથી વિશાલ ગોવિંદ પટેલ તે પણ ફિલ્ટર પાણી સપ્લાયરનો ધંધો કરે છે જે દીશંત હિતેશ પટેલ અને ઉજ્વલ હિતેશ પટેલ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વિશાલ અને પરેશ વચ્ચે તું મારા ગ્રાહકને કેમ પાણી પહોંચાડે છે તે બદલ બંને વચ્ચે બોલા ચાલી થઇ હતી એકબીજા ઉપર ભીભસ્ત ગાળો બોલતા ઝઘડા નું ઉગ્ર સ્વરૂપ પકડ્યું જેમાં બને પક્ષો એક બીજા પર તૂટી પડી છુટ્ટા હાથે મારા મારી થઇ હતી.જેથી એક બીજા વિરુદ્ધ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.