• Gujarati News
  • બાઈક અંગે શાળાના આચાર્યો સાથે બેઠક

બાઈક અંગે શાળાના આચાર્યો સાથે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીપોલીસે મંગળવારે પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ હાયરસેકન્ડરી સ્કુલમાં ભણતા ટીનેજરો વગર લાયસન્સે બાઈક લઇ સ્કુલમાં જતા હોવાથી તેમના પર રોક લગાવવા અગિયાર જેટલી હાયરસેકન્ડરીના આચાર્યો સાથે પારડી પોલીસે બેઠક યોજી આચાર્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

પારડીમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા તેમજ વધતા અકસ્માતોથી બચવાના હેતુથી નાના બાળકો આવતી કાલ ભવિષ્ય છે ,ત્યારે સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પર લાઇસન્સ હોવા છતાં પણ બાઈક હંકારી સ્કુલમાં આવતા હોય છે તે પણ વિદ્યાર્થીઓ ધૂમ સ્ટાઈલે પુર જોશમાં વાહન હંકારી તેમનું જીવન જોખમમાં મુકે છે, પરંતુ અન્યના જીવ જોખમમાં મુકતા હોવાથી આવા વિદ્યાર્થી વાહન આપવા પર રોક લગાવવા માટે પારડી પોલીસ મથક ના સેકેંડ પી એસ આર એમ સંઘાડા પોલીસ મથક હદ વિસ્તાર માં આવેલી 11 જેટલી હાઈ સેકન્ડરી હાઈ સ્કુલ ના આચાર્યો સાથે બેઠક યોજી હતી અને સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કુલમાં બાઈક લાઇસન્સ વિના બાઈક લાવતા હોય એવા વિદ્યાર્થી પર રોક લગાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી તદઉપરાંત વિદ્યાર્થી બાઈક સ્કુલો માં લઇ આવે તો વાલી સાથે બેઠક યોજી માહિતગાર કરવા જણાવાયું હતું જેમાં આચાર્યો પણ પોત પોતાના મંતવ્યો રજુ કાર્ય હતા.