મરોલી હાઈ.માં કબડ્ડી સ્પર્ધા યોજાઈ
મરોલી હાઈ.માં કબડ્ડી સ્પર્ધા યોજાઈ
મરોલી જે.એમ.સી.હાઈસક્લૂમાં રવિવારે ખેલ મહાકૂંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓની પ્રતિભાની શોધ કરવા તથા સ્વાસ્થ્ય અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે યોજાોલી ખેલ મહાકૂંભમાં અન્ડર-૧૪માં મરોલી જિલ્લા પંચાયત સીટ, અન્ડર-૧૩માં બહેનોમાં ડહેરી જિલ્લા પંચાયત સીટ, ૧૬થી વધુ વયમાં બહેનોમાં ઉમરગામ પાલિકા તથા ૧૦થી વધુ ઉમર ધરાવતા પુરૂષોની ટીમમાં એસ.આર.પી. મરોલીની ટીમ વિજેતા બની છે. જે ટીમો હવે જિલ્લા કક્ષાએ પારડી ડી.સી.ઓ. ખાતે સ્પર્ધામાં ભાગ લેશે. મહાકુૂંભના કન્વીનર તરીકે રાજેશ કેણીભૂમિકા અદા કરી હતી.