• Gujarati News
  • પ્રવાસીઓને આયોજકે ધક્કે ચઢાવતા રજૂઆત

પ્રવાસીઓને આયોજકે ધક્કે ચઢાવતા રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાપરિકરી ટૂરિઝમનાં સંચાલકોએ યોજેલા દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને રહેવા,જમવા કે સાઇટસીન જોવા માટે કોઇ સુવિધા આપી હોવાની રજૂઆત પારડી પાલિકાના માજી ઉપપ્રમુખે સુરત કલેકટરને કરી છે. પ્રવાસ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 60થી વધુ લોકો પ્રવાસે ગયાં હતાં. સુરતતના ટૂર આયોજકે કોઇ પણ પ્રકારના આયોજન વગર કામગીરી કરી હોવાની હૈયા વલાળ પ્રવાસીઓ ઠાલવી રહયા છે.

પારડી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ઇશ્વરભાઇ મોરારજી પટેલે સુરત કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે દીપક જરીવાલા પરીકરી ટૂરીઝમ સુરત ટૂર દ્વારા 29 ઓકટોબર દ્વારા દક્ષિણ ભારતના પ્રવાસે 60 લોકો ગયા હતાં. પ્રવાસી દીઠ 18500 અને પાછળથી મદાસમાં લઇ જવાના 3500 મળી કુલ 22 હજાર રૂપિયા લેવામાં આવ્યાં હતાં,પરંતુ પ્રવાસના સંચાલક દ્વારા કોઇ પણ પ્રકારની સુવિધા પ્રવાસીઓને આપવામાં આવી નથી. પ્રવાસ દરમિયાન કોઇ પણ પ્રકારની ખાવાની ,રહેવાની તેમજ સાઇ઼ડ સીન જોવાની દરેક પ્રકારની પરેશાની થઇ હતી. જમવાના સમયે જમવાનું મળતા મુસાફરોએ બહારથી હોટલમાં ખાવાની ફરજ પડી હતી. પ્રવાસીઓને પડેલી અગવડતા અંગે તપાસ કરવા માગ કરી હતી. પારડી નગરપાલિકાના માજી ઉપપ્રમુખે ટ્રાવેલ્સ કંપની ખરેખર લાયન્સવાળી છે કેમ તેની તપાસ કરવા માગ કરી હતી.

સુરતના ટૂર આયોજકે પ્રવાસીઓને રહેવા,જમવા કે સાઇટસીન જોવા માટે કોઇ સુવિધા આપી હોવાની પ્રવાસીઓએ હૈયા વરાળ ઠાલવી ,પારડી પાલિકાના માજી ઉપપ્રમુખે રજૂઆત કરી હતી.