• Gujarati News
  • પારડી પોલીસનું તપાસ ચાલુ હોવાનું રટણ

પારડી પોલીસનું તપાસ ચાલુ હોવાનું રટણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પોલીસનું તપાસ ચાલુ હોવાનું રટણ

પારડી પોલીસેમામલે શરૂઆતના તબકકે તબીબોની રજૂઆત સાંભળી તપાસ હાથ ધરી હતી,પરંતુ ત્યારબાદ કોઇ ખાસ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે.



પારડીનીબે હોસ્પિટલોમાં કિડની કાઢી વેચવાનું રેકેટ ચાલતું હોવાથી તેને સીલ કરાઇ હોવાની ખોટી અફવા વોટસઅપ ફરતા આખરે બંને હોસ્પિટલોના તબીબોએ પારડી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હોવા છતાં મામલે કોઈ તપાસ થતાં આખરે ઇન્ડિયન મેડિકલ એશોસિયન દ્વારા શનિવારે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર અપાયું હતું. તબીબોએ ખોટા મેસેજ ફરતા કરનાર સામે સખત કાર્યવાહી કરવાની માગ કરી હતી.

પારડી ચાર રસ્તા સ્થિત પૂજા હોસ્પિટલ અને પારડી હોસ્પિટલ (કુરેશી હોસ્પિટલ)માં કિડની કાઢી તેને વેચી નાખવાનું રેકેટ ચાલતું હોવાથી તેને સીલ કરી દેવામાં આવી હોવાના ખોટા મેસેજ વોટસઅપ ફરતા કરી દેવાતાં ડો. કનૈયા લાલ પટેલ,ડો.ભાવના પટેલ ,ડો.એમ.એમ.કુરેશીએ પારડી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી,પરંતુ પારડી પોલીસે કેસમાં કોઇ ખાસ તપાસ અત્યાર સુધીમાં કરી નથી. શનિવારે ઇન્ડિયન મેડિકલ વલસાડ બ્રાન્ચ દ્વારા જિલ્લા પોલીસ વડા નિપૂર્ણા તોરવણેને આવેદનપત્ર આપી ખોટા મેસેજ કરનાર સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. જિલ્લા પોલીસ વડાને રજૂઆત માટે એસોસિએશનના પ્રમુખ દેવાંગભાઇ દેસાઇ ,ડો.વિજય શાહ પારડીના તબીબ ડો.કનુભાઇ પટેલ, ડો.ભાવનાબેન પટેલ સહિત અનેક તબીબો જોડાયા હતાં.

ખોટા મેસેજ પ્રકરણમાં હવે IMAમેદાનમાં

રજૂઆત | પારડીના તબીબો દ્વારા એસપીને આવેદનપત્ર અપાયું