• Gujarati News
  • સ્મશાનગૃહમાંથી સગળીની ચોરી કરનારો ઝડપાયો

સ્મશાનગૃહમાંથી સગળીની ચોરી કરનારો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીનાગોઈમા ગામે આવેલ સ્મશાનગૃહમાં સળગાવવા માટે રાખેલી સગળી જોઈન્ટ લોખંડની પ્લેટ રૂપિયા 40હજારના મત્તાની કોઈ ચોર ઇસમ ચોરી ગયાની પારડી પોલીસ મથકે ગુરૂવારે સરપંચે ફરિયાદ નોંધાવતાની સાથેજ પોલીસે તપાસ હાથ ધરી સાંજે ગોઈમામાં ગામે ભંગારની દુકાન ચલાવતાને ત્યાંથી પ્લેટ ઝડપી પાડી હતી. અને ભંગારીયાની ધરપકડ કરી હતી. જયારે લોખંડની પ્લેટ ચોરી વેચનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

પારડીના ગોઈમા ગામે વાઘાઈ ફળિયામાં સાર્વજનિક સ્મશાનગૃહ આવેલું છે. જ્યા મૃત દેહને સળગાવવા માટે લોખંડની સગળી મુકવામાં આવી છે. જે સગળી નીચેના ભાગે મૃત દેહને મુકવા માટે ફીટ કરેલી લોખંડની ચાર પ્લેટોને કોઈ ચોર ઇસમ કાઢી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ગોઈમાના સરપંચે સંગીતાબેને અજાણ્યા ચોર ઇસમ 40 હજારના મત્તાની લોખંડ પ્લેટની ચોરી કરી ગયાની ગુરુવારે સવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધતાની સાથે પારડી પોલીસના પોસઈ બીજે સરવૈયા અને અમ્રત પરમારે ઘટના સ્થળે ધસી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાક મા પારડી પોલીસે શંકાને આધારે ગોઇમા કેરપાડામાં ભંગારની દુકાનમાં છાપો માર્યો હતો. જેમાં ચોરાયેલ લોખંડની ચારેય પ્લેટ મળી આવતા પારડી પોલીસે પ્લેટ કબજે કરી હતી. ભંગારની દુકાન ચલાવનાર મકસુદ મેહબૂબ ખાન મૂળ રહે યુપીની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછમાં વધુ એકનું નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.